વગેરે પ્રશસ્ત વ્યવહારના ઉપદેશ શાસ્ત્રમાં આવે છે, પણ તે બધા શુભવિકલ્પોથી
પાર અંદરમાં સ્વસંવેદન–પ્રત્યક્ષની જે પરિણતિ ધર્મીને વર્તે છે તે જ મોક્ષમાર્ગ છે.
ધર્માત્માને અંદરમાં ચિદાનંદ સ્વભાવના સ્વસંવેદનનું જે જોર છે તે સ્વયં પ્રકાશમાન
છે, તેમાં બીજા કોઈની મદદ નથી, કે અસ્પષ્ટતા નથી. અહા, આવા
આત્મસ્વભાવનું જેને સંવેદન થયું તે હવે પરમાત્માથી જુદો ન રહી શકે,
સ્વસંવેદનના બળે અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ કરીને તે પોતે પરમાત્મા થઈ જશે,
ને અનંત સિદ્ધ ભગવંતોની સાથે જઈને રહેશે.
લાભ? આવો અવસર તારો ચાલ્યો જશે. પોતાના સ્વભાવમાં જે વૈભવ ભર્યો છે
તેને શ્રદ્ધાવડે ખેંચીને બહાર લાવ. જેમ અંદર પાણી ભર્યું છે તે ફૂવારામાં ઊછળે છે,
તેમ અંદર ચૈતન્યની શક્તિના પાતાળમાં પાણી ભર્યું છે તેમાં અંતરદ્રષ્ટિ કરતાં
પર્યાયમાં તે ઊછળે છે.
કેવા? ચૈતન્યજ્યોત જાગતી પ્રકાશવતી છે, તે આંધળી નથી કે પોતે પોતાને ન
જાણે.
અંતર્મુખ થઈને અનંત ગુણરત્નોથી ભરેલા આખા અદ્ભુત દરિયાને પ્રતીતમાં ને
અનુભવમાં લઈ લ્યે–એવી અદ્ભુત તારી તાકાત છે. દ્રવ્યસ્વભાવમાં અદ્ભુત
તાકાત છે તેની સન્મુખ થતાં પર્યાયમાં પણ અદ્ભુત તાકાત પ્રગટે છે. પર્યાય પોતે
એક સમયની છતાં અનંત ગુણના ત્રિકાળી પિંડને કબુલે–એ પર્યાયની તાકાત કેવી?
ભગવાન! તારી તાકાત તો જો. જેની સામે નજર કરતાં અમૃતની રેલમછેલ થાય
એવા તારા વૈભવની વાત અમૃતચંદ્રાચાર્ય દેવે કરી છે. ભગવાને જેવો આત્મા જોયો
તેવો આત્મા બતાવ્યો, ને તું સ્વસંવેદનથી પ્રત્યક્ષ જોઈ શકે એવી તારામાં તાકાત
છે. સમયસારની શરૂઆતમાં જ આચર્યદેવે કહ્યું હતું કે અમે સ્વાનુભવરૂપ