Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 75

background image
: ૨૬ : આત્મધર્મ: બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
નિજવૈભવથી શુદ્ધાત્માનું સ્વરૂપ કહીએ છીએ અને તમે તમારા સ્વસંવેદનથી તે પ્રમાણ
કરજો.–એટલે એવું પ્રત્યક્ષ સ્વસંવેદન કરવાની આત્મામાં તાકાત છે; માટે ‘અમને ન
સમજાય’ એવી કલ્પના કાઢી નાંખજે, ને સિદ્ધભગવાનને અંતરમાં સ્થાપીને સ્વસંવેદન–
પ્રત્યક્ષથી આત્માને અનુભવમાં લેજે. પરોક્ષ રહેવાનો તારો સ્વભાવ નથી પણ પોતે
પોતાને પ્રત્યક્ષ થવાનો સ્વભાવ છે. અહો! આત્મા પોતે પોતાને પ્રત્યક્ષ થાય–આ વાત
અલૌકિક છે. જેમ ઊંચા હીરાની કિંમતની તો શી વાત! પણ તેની રજ પણ કિંમતી હોય;
તેમ જગતમાં શ્રેષ્ઠ એવા આ ચૈતન્યહીરાનું સ્વસંવેદન કરે તેના આનંદની તો શી વાત!
પણ તેના બહુમાનપૂર્વક શ્રવણ–મનન કરે તો તેનું ફળ પણ અલૌકિક છે. એવા વિકલ્પ
વડે પુણ્ય બંધાય તે પણ ઊંચી જાતના હોય.
સ્વયં પ્રકાશમાન એવા આત્મસ્વભાવનું ભાન થતાં પર્યાયમાં તેનું પરિણમન
પ્રગટે એટલે કે સ્વસંવેદન થાય. ગુણી એવા સ્વભાવના આશ્રયે તેનું વેદન થાય છે,
કોઈ નિમિત્તના પરના રાગના કે ગુણભેદના આશ્રયે તેનું વેદન થતું નથી. વર્તમાન
પર્યાય અંતરમાં તન્મય થઈને આખાય સ્વભાવને સ્વસંવેદનમાં લઈ લ્યે છે–એવી તેની
અદ્ભુતતા છે, ને તેની સાથે પ્રશાંત આનંદરસ પણ ભેગો છે.
* દુનિયા ગમે તેમ ડોલે સિદ્ધને કાંઈ વિકલ્પ નથી–એ તો નિજસ્વરૂપમાં અડોલ છે.
* આત્માનો જાણવાનો સ્વભાવ છે, વિકલ્પ કરવાનો નહીં.
* મારું શાંતિધામ મારામાં છે, એમાં ડુબકી મારતાં શાંતિ છે.
* શુદ્ધતામાં લીનતા તે સન્તોનું ચારિત્ર છે; રાગ તે ચારિત્ર નથી.
* ચારિત્ર તે ધર્મ છે: રાગ તે ચારિત્ર નથી એટલે રાગ તે ધર્મ નથી.
* શુદ્ધોપયોગ તે આત્માના પ્રાણ છે; તે પ્રાણ રાગવડે હણાય છે માટે રાગ તે હિંસા છે.
* વીતરાગભાવવડે શુદ્ધોપયોગ જીવંત રહે છે, માટે વીતરાગભાવ તે અહિંસા છે.
* હિંસા તે અધર્મ છે, અહિંસા તે ધર્મ છે.
* તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ.
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે.