Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૨૭ :
(અંક ૨૮પ થી ચાલુ) * (લેખાંક પ૨)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવનાભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
જેને દેહથી ભિન્ન આત્મતત્ત્વનું જ્ઞાન નથી એવો મોહી જીવ આત્માની ક્રિયાને
દેહમાં જોડે છે ને દેહની ક્રિયાને આત્મામાં જોડે છે, તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે–
अनंतरज्ञः संघत्ते द्रष्टि पंगोर्यथाऽन्धके।
संयोगात् द्रष्टिमङ्गेऽपि संघत्ते तद्वदात्मनः।।९१।।
એક આંધળા માણસના ખભા ઉપર લંગડો બેઠો છે; તે લંગડો આંખવડે માર્ગ
દેખે છે, ને આંધળો ચાલે છે. ચાલવાની તાકાત લંગડામાં નથી ને દેખવાની તાકાત
આંધળામાં નથી. દેખવાની ક્રિયા તો લંગડાની છે ને ચાલવાની ક્રિયા આંધળાની છે–
આવા આંધળા અને લંગડા વચ્ચેના અંતરની જેને ખબર નથી તે માણસ લંગડાની
દ્રષ્ટિનો આંધળામાં આરોપ કરીને એમ માને છે કે આ લંગડો જ માર્ગ દેખીને ચાલે છે.–
તેનો આ આરોપ મિથ્યા છે, તેને ખબર નથી કે માર્ગ દેખનારો તો ઉપર જુદો બેઠો છે.
એ જ પ્રમાણે આ શરીર તો જ્ઞાન વગરનું આંધળું–જડ છે, ને આત્મા દેખતો છે પણ તે
શરીરની ક્રિયા કરવા માટે પાંગળો છે. શરીર હાલે–ચાલે તેને આત્મા જાણે છે, તે
જાણવાની ક્રિયા આત્માની છે; ને શરીરાદી ચાલવાની ક્રિયા તો જડની છે.–પણ જેને
જડ–ચેતનના અંતરની ખબર નથી, આત્મા અને શરીરની ભિન્નતાનું ભાન નથી એવો
અજ્ઞાની જીવ આત્માના જ્ઞાનનો શરીરમાં આરોપ કરીને એમ માને છે કે આ શરીર જ
જાણે છે–આંખથી જ બધું દેખાય છે, એટલે શરીર તે જ આત્મા છે.–પણ તેનો આ
આરોપ મિથ્યા છે, તેને ખબર નથી કે જાણનારો તો શરીરથી જુદો છે, શરીર કાંઈ નથી
જાણતું, જાણવાની ક્રિયા તો આત્માની છે.
વળી તે અજ્ઞાની જીવ એમ માને છે કે શરીર હાલે–ચાલે–બોલે તે બધી મારી
ક્રિયા છે, હું જ તે ક્રિયા કરું છું. પણ શરીર હાલે–ચાલે–બોલે તે તો જડની ક્રિયા છે, તે
જડ–આંધળું તેના પગથી (–તેની પર્યાયથી)