શક્તિથી ચાલે છે, તેનામાં જ્ઞાન ન હોવા છતાં તે સ્વયં પોતાની શક્તિથી જ હાલેચાલે
છે, આત્મા તેને નથી હલાવતો. આત્મા શરીરની ક્રિયા કરે છે–એમ અજ્ઞાનથી જ
પ્રતિભાસે છે. હું તો જ્ઞાન છું ને શરીર તો જડ છે, હું તો જાણનાર છું ને શરીર આંધળું
છે, હું તો અરૂપી છું ને શરીર જડ છે,–બંનેની ક્રિયાઓ અત્યંત ભિન્ન છે–એવું ભેદજ્ઞાન
અજ્ઞાની જીવ કરતો નથી, ને ભેદજ્ઞાન વિના જગતમાં કોઈ શરણ ભૂત નથી, ક્યાંય
શાંતિ કે સમાધિ નથી. અજ્ઞાની જીવ દેહથી ભિન્ન આત્માના ભાન વિના અનાદિથી
અનાથ થઈને રહ્યો છે. દેહ અને આત્માનો સંયોગ દેખીને એક્તાનો ભ્રમ અજ્ઞાનીને થઈ
ગયો છે, ને તેથી તે સંસારમાં રખડે છે. સંયોગ હોવા છતાં બંનેની ક્રિયાઓ જુદી જ છે–
એમ જો ભિન્નતા ઓળખે તો દેહબુદ્ધિ છોડે ને આત્મામાં એકાગ્રતા કરે.–એ રીતે
આત્મામાં એકાગ્રતાથી સમાધિ થાય, શાંતિ થાય ને ભવભ્રમણ છૂટે.