Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 68 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : પ૯ :
ચાલો, આરાધીએ દશ ધર્મ
(૧) ક્રોધના બાહ્યપ્રસંગ ઉપસ્થિત થવા છતાં, રત્નત્રયની દ્રઢ આરાધનાના
બળે ક્રોધની ઉત્પત્તિ થવા ન દેવી ને વીતરાગ ભાવ રહેવો, અસહ્ય પ્રતિકૂળતા આવે
તોપણ ક્રોધવડે આરાધનામાં ભંગ પડવા ન દેવો તે ઉત્તમ ક્ષમાની આરાધના છે.
(૨) નિર્મળ ભેદજ્ઞાનવડે જેણે આખા જગતને પોતાથી ભિન્ન અને સ્વપ્નવત્
જાણ્યું છે, અને આત્મભાવનામાં જે તત્પર છે તેને જગતના કોઈ પદાર્થમાં ગર્વનો
અવકાશ ક્્યાં છે?
(૩) જે ભવભ્રમણથી ભયભીત છે અને રત્નત્રયની આરાધનામાં તત્પર છે
એવા મુનિરાજને પોતાની રત્નત્રયની આરાધનામાં લાગેલા નાના કે મોટા દોષ
છૂપાવવાની વૃત્તિ હોતી નથી, પણ જેમ માતા પાસે બાળક સરળપણે બધું કહી દે તેમ
ગુરુ પાસે જઈને અત્યંત સરલપણે પોતાના સર્વ દોષ પ્રગટ કરે છે, ને એ રીતે અતિ
સરળ પરિણામ વડે આલોચના કરીને રત્નત્રયમાં લાગેલા દોષોને નષ્ટ કરે છે. તેમજ
ગુરુ વગેરેના ઉપકારને સરળપણે પ્રગટ કરે છે.–આવા મુનિવરોને ઉત્તમ આર્જવધર્મની
આરાધના હોય છે.
(૪) ઉત્કૃષ્ટપણે લોભના ત્યાગરૂપે જે નિર્મળ પરિણામ તે ઉત્તમ શૌચધર્મ છે.
ભેદજ્ઞાનવડે જગતના સમસ્ત પદાર્થોથી જેણે પોતાના આત્માને ભિન્ન જાણ્યો છે, દેહને
પણ અત્યંત જુદો જાણીને તેનું પણ મમત્વ છોડી દીધું છે, ને પવિત્ર ચૈતન્યતત્ત્વની
આરાધનામાં તત્પર છે–એવા મુનિવરોને કોઈ પણ પરદ્રવ્યના ગ્રહણની લોભવૃત્તિ થતી
નથી, ભેદજ્ઞાનરૂપ પવિત્ર જળવડે મિથ્યાત્વાદિ અશુચિને ધોઈ નાખી છે, તેઓ
શૌચધર્મના આરાધક છે.
(પ) મુનિવરો વચનવિકલ્પ છોડીને સત્સ્વભાવને સાધવામાં તત્પર છે; અને
જો વચન બોલે તો વસ્તુસ્વભાવ અનુસાર સ્વપરહિતકારી સત્યવચન બોલે છે, તેમને
ઉત્તમ સત્યધર્મની આરાધના છે.
(૬) અંતર્મુખ થઈને નિજસ્વરૂપમાં જેમનો ઉપયોગ ગુપ્ત થઈ ગયો છે એવા
મુનિવરોને સ્વપ્નેય કોઈ જીવને હણવાની વૃત્તિ કે ઈન્દ્રિયવિષયોની વૃત્તિ હોતી નથી, તે
ઉત્તમ સંયમના આરાધક છે.
(૭) સ્વસન્મુખ ઉપયોગના ઉગ્ર પ્રતાપવડે કર્મોને ભસ્મ કરી નાખનારા ઉત્તમ
તપધર્મના આરાધક સંતોને નમસ્કાર હો.
(૮) હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું, દેહાદિ કાંઈ પણ મારું નથી, એમ સર્વત્ર