: ૬૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
મમત્વના ત્યાગરૂપ પરિણામ વડે ચૈતન્યમાં લીન થઈને મુનિવરો ઉત્તમ ત્યાગધર્મને
આરાધે છે.
(૯) ‘શુદ્ધ જ્ઞાનદર્શનમય એક આત્મા જ મારો છે, એ સિવાય અન્ય કાંઈ પણ
મારું નથી’ –એવા ભેદજ્ઞાનના બળે દેહાદિ સમસ્ત પર દ્રવ્યોમાં ને રાગાદિ સમસ્ત
પરભાવોમાં મમત્વ પરિત્યાગીને જેઓ અકિંચનભાવમાં તત્પર છે એવા ઉત્તમ
મુનિવરોને નમસ્કાર હો.
(૧૦) જગતના સર્વ વિષયોથી ઉદાસીન થઈને બ્રહ્મસ્વરૂપ નિજ આત્મામાં જ
જેમણે ચર્યા પ્રગટ કરી એવા ઉત્તમ બ્રહ્મચર્યધર્મના આરાધક સંત–ધર્માત્માઓને
નમસ્કાર હો.
*
બ્રહ્મચર્યઅંક ૧–૨–૩ માંથી થોડાક અવતરણો
* હે પરમકૃપાળુ ગુરુદેવ! અધ્યાત્મરસની ખુમારીથી ને બ્રહ્મચર્યના
રંગથી આપનું જીવન રંગાયેલું છે...તેથી, આપની મહા પ્રતાપી છાયામાં
નિરંતર વસતા...ને આપશ્રીના પાવન ઉપદેશનું પાન કરતા આપના નાના
નાના બાળક–બાળિકાઓ પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં શું આશ્ચર્ય છે!
* પૂ. ગુુરુદેવ વૈરાગ્યપૂર્વક કહે છે કે આ શરીર તો ધૂળનું ઢીંગલું છે,
તેમાં ક્યાંય આત્માનું સુખ નથી, તેનાં ઉપરથી દ્રષ્ટિ હઠાવીને,
ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું આવે છે. જીવ જે
શાંતિ લેવા માગે છે તે કોઈ સંયોગમાંથી નથી આવતી પણ પોતાના
સ્વભાવમાંથી જ આવે છે.
* અરે જીવ! બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી
શાંતિનું ઝરણું નથી એમ સમજીને હવે તો તેનાથી પાછો વળ...ને
ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા. ચૈતન્યસન્મુખ થતાં શાંતિના ઝરણામાં તારો
આત્મા તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
* પ્રતિજ્ઞાપ્રસંગે ગુરુદેવે કહ્યું: આ પ્રસંગ તો ખરેખર આ બે બેનોને
આભારી છે...આ બેનોનાં આત્મા અલૌકિક છે...આ કાળે આ બેનો પાક્યા તે
મંડળની બેનુંના મહાભાગ્ય છે...જેનાં ભાગ્ય હશે તે તેમનો લાભ લેશે.
* * *