Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 53

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૪૧ :
વાંચકો સાથે વાતચીત
અને તત્ત્વચર્ચા
(સર્વે પાઠકોનો પ્રિય વિભાગ)
પ્રશ્ન:– જગતમાં અંતરાત્મા ઝાઝા કે પરમાત્મા?
ઉત્તર:– પરમાત્મા ઝાઝા.
પ્રશ્ન:– કઈ રીતે?
ઉત્તર:– અંતરાત્મા એટલે ચોથાથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધક
જીવો, –તે અસંખ્યાત છે; ને પરમાત્મા એટલે અરિહંત અને સિદ્ધ,–તે અનંતા છે. આ
રીતે અંતરાત્મા કરતાં પરમાત્મા અનંતગુણા ઝાઝા છે.
પરમાત્માની તો સંખ્યા સદાય વધતી જ જાય છે; તેમાં એકલી આવક જ છે, પણ
જાવક નથી. જે પરમાત્મા થયા તે કદી પરમાત્માપણું છોડીને અંતરાત્મા કે બહિરાત્મા
થતા નથી એટલે ‘પરમાત્મા’ માંથી એકેય જીવ કદી ઘટતો નથી; જ્યારે દરવર્ષે ૧૨૧૬
જેટલા નવા નવા પરમાત્માઓ વધતા જાય છે. અને ‘અંતરાત્મા’ જીવો જેમ નવા નવા
થતા જાય છે, તેમ તેમાંથી ઘટતા પણ જાય છે (–અંતરાત્મામાંથી જેટલા પરમાત્મા થઈ
જાય કે કોઈ બહિરાત્મા થઈ જાય, તેટલા ઘટી જાય છે.)
પ્રશ્ન:– સ્યાદ્વાદરૂપ જિનવચનમાં રમવું–એટલે શું?
ઉત્તર:– પરથી ભિન્ન થઈને સ્વભાવમાં એકત્વરૂપે પરિણમવું–તે જિનવચનનો
સાર છે. તેથી સ્વભાવમાં તન્મય થઈને જે પરિણમે છે તે જિનવચનમાં રમે છે. આ રીતે
જિનવચનમાં જે રમે તેને મોહનો નાશ થઈને મોક્ષની ઉત્પત્તિ થાય છે.
જિનવચનો ‘શુદ્ધાત્મા’ ઉપાદેય કહે છે; તેથી શુદ્ધાત્માને ઉપાદેય કરીને (શ્રદ્ધા–
જ્ઞાનમાં અંગીકાર કરીને) જે જીવ તેમાં લીનપણે રમે છે, તે જીવ જિનવચનમાં રમે છે
એમ કહેવામાં આવે છે. જે રાગને ઉપાદેય માને છે કે પરાશ્રય ભાવમાં રમે છે તે ખરેખર
વીતરાગી–જિનવચનમાં નથી રમતો, જિનવચનના વીતરાગી રહસ્ય તેને ખબર નથી.