: ૪૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
* દિલ્હીથી દીપક જૈન (N. 117 લખે છે–અત્યારે માણસો વીટામીન M. થી
સુખી માંગે છે ને દિનરાત તેની પાછળ લાગે છે, છતાં સુખ કેમ મળતું નથી? ને દુઃખી
કેમ થાય છે?
બાબુજી! સચ્ચા સુખ વીટામીન M. (મની) માં નથી, સાચું સુખ વીટામીન C.
(ચૈતન્ય) માં છે. પૈસામાં સુખ જ નથી, એ તો જડ છે, તો તેની પાછળ લાગવાથી સુખ
ક્્યાંથી મળે? તમે લખ્યું છે તેમ જો વીટામીન M. એટલે ‘મોક્ષ’ સમજીને તેનો પ્રયત્ન
કરે તો જરૂર સુખ મળે.
* * *
B. A. ની પદવી બાબત એક મુમુક્ષુ લખે છે–ઘણા લોકો B. A. થવા વર્ષો સુધી
મહેનત કરે છે, પરંતુ આપણે તો B. A. એટલે બ્રહ્મચારી અને આત્માર્થી થવું–એ સાચી
B. A. પદવી છે–કે જે મોક્ષની દાતા છે. અમને તો એવા B. A. થવાની ભાવના છે.
* બી. એચ. જૈન (મુંબઈ) તમારો પત્ર મળ્યો. આત્મધર્મની ઉન્નતિ માટેના
તમારા ઉત્તમ વિચારો માટે ધન્યવાદ! ભાઈશ્રી, તમારા જેવા યુવાનો ધાર્મિક વિષયોમાં
જે ઉત્સાહ દર્શાવી રહ્યા છે તે પ્રશંસનીય છે. આપે સૂચવેલી યોજના કમિટિ પાસે રજુ
કરવામાં આવી છે, ને તે બાબતમાં કમિટિની સૂચના મુજબ કરીશું.
* સુખ ક્્યાં છે? અને કેમ થાય? (કિશોર જૈન No. 890)
સુખ આત્મામાં છે ને આત્માના જ્ઞાનથી એટલે કે આત્માના અનુભવથી સુખ
થાય છે.
અથવા છહઢાળામાં કહ્યું છે કે–નિરાકુળતા તે સુખ છે, ને તે નિરાકુળતા મોક્ષમાં
છે; મોક્ષની પ્રાપ્તિ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે થાય છે. માટે તેનો ઉદ્યમ કરવો જોઈએ.
* સ. નં. 1 નૈનાબેન–રાજકોટ: તમારું ભાવભીનું કાવ્ય મળ્યું. ૮૬ કડીના
ગીતમાં, જિનેશ્વરદેવનું બહુમાન વધારવાની, સોનાના ને હીરાના જિનમંદિર
બંધાવવાની, તેમાં સવા મણ સોનાનો ઘંટ ટાંગીને મંગળ પ્રભાતે રોજ વગાડવાની, દેવ–
ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિભાવ ઉલ્લસાવવાની ભેદવિજ્ઞાનની ને જૈનશાસનને
શોભાવવાની, સિદ્ધોને સાચા સગા જાણવાની–એવી એવી ઘણી ઊંચી ભાવનાઓ વ્યક્ત
કરી, તે બદલ ધન્યવાદ! તમારી ભાવનામાં અમારો ને બાલવિભાગના બધા ભાઈ–
બેનોનો પણ સાથ છે. કાવ્ય ઘણું લાંબું છે; જરાક વ્યવસ્થિત અને ટૂંકું લખીને મોકલશો
તો છાપીશું. जय जिनेन्द्र