: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૪૩ :
* માનસિક ચિન્તા ક્્યાંય કહી શકાતી નથી,–ત્યાં હવે શું કરવું? (સભ્ય નં. ૧૩૮)
ઉત્તર:– એનો ઉપાય તો સાવ સહેલો છે,–એ ચિન્તા છોડી દેવી ને આત્માની
ચિન્તા કરવી...આત્માનું હિત થાય તેવા વિચાર કરવા........(ભઈલા, નાનકડા બાળકને
એવી તે કઈ મોટી ચિન્તા આવી પડી કે અહીં પૂછાવવું પડ્યું!) । આત્મા શું છે?
।। ‘આપણે મનમાં જે વિચાર કરીએ છીએ’ તે કોણ કરતું હશે?
(–રજનીકાન્ત જૈન: જસદણ)
ઉત્તર:– ૧ આત્મા આપણે પોતે જ છીએ. આત્મા એટલે જાણનાર સ્વરૂપ તત્ત્વ.
૨. આ બીજા પ્રશ્નનો ઉત્તર તો તમારા પ્રશ્નમાં જ સમાયેલો છે.
* સ. નં. ૨૧૬ લખે છે–અભ્યાસકાર્યમાં અને ગૃહકાર્યમાં રોકાયેલી છું છતાં
આત્મધર્મ ઘણા રસપૂર્વક હંમેશા વાંચું છું. ને ગુરુદેવના સાન્નિધ્યમાં રહીને આત્મભાન
કરવાની ભાવના ભાવું છું.
પ્ર:– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટેનો ઝડપી ઉપાય જણાવશો. (N. 216)
ઉ. :– “भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो”
ઉપરના સૂત્રદ્વારા કુંદકુંદપ્રભુએ સમ્યગ્દર્શનનો ઝડપી ઉપાય બતાવ્યો છે.
– પરંતુ આપણે કેવા પ્રમાદી છીએ કે તેવી ઝડપ કરતા નથી!
* સભ્ય નં. ૭૬૦ ના ઉત્તરમાં જણાવવાનું કે ૨૪ માંથી પાંચ તીર્થંકરભગવંતો
બાલબ્રહ્મચારી હતા. અનેક સ્થળે પાંચ બાલબ્રહ્મચારી ભગવંતોની પ્રતિમાઓ છે, તેમજ
“પાંચ બાલયતી” ની જુની પૂજાઓ પણ છે. પૂજનસંગ્રહમાં આપ એ પૂજા જોઈ શકશો.
ઉજ્જૈનથી શરદકુમાર જૈન લખે છે–“જન્મદિવસની વધાઈ અને ઋષભદેવ
ભગવાનનો ફોટો જોતાં મને હર્ષનો પાર ન રહ્યો. ભગવાનના દર્શન કરતા ચક્રવર્તી ભરત
જેમ તેમના ચરણોમાં ઝુકીને ભાવભીની વંદના કરે છે તેમ મને પણ ભગવાનના દર્શન કરતાં
ઘણો આનંદ થયો. ને આ ભેટની ખુશાલી તરીકે મારા દિલથી બાલવિભાગને રૂા. ૧૧ ભેટ
મોકલ્યા છે. (આ રીતે ઘણા બાળકો તરફથી દરવર્ષે હજારો રૂા. ની રકમો બાલવિભાગમાં ભેટ
આવે છે; આ ઉત્સાહ અને ધાર્મિકલાગણી માટે તે બાળકોને ધન્યવાદ!)
સુરેશ, પવન, શૈલેશ (વડોદરા) : શ્રાવણ સુદ પૂર્ણિમાના વાત્સલ્યપર્વ નિમિત્તે
તમારો પત્ર મળ્યો. ગુરુદેવ પ્રત્યેની તમારી ભક્તિભાવના વ્યક્ત કરી–તે પ્રશંસનીય છે.
–– ધન્યવાદ.