Atmadharma magazine - Ank 289
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 45

background image
: ૨૪ : આત્મધર્મ : કારતક : ૨૪૯૪
તેના નિષેકોની રચનાનો એવો એક પ્રકાર છે, તેને ઉદીરણામરણ પણ કહે છે. પણ તેથી કરીને
વર્તમાન આયુષ્યની જેટલી સ્થિતિ હતી તે ઘટી ગઈ–એમ નથી. તેમજ તે જીવને તે મૃત્યુનો કાળ
ન હતો ને છતાં મરણ થઈ ગયું–એમ ‘અકાળમરણ’ નો અર્થ નથી. અકાળમરણ પણ આયુના
ક્ષયથી જ થાય છે.
પ્રશ્ન:– જો શરીરથી ધર્મ ન થતો હોય તો દેવો પણ મનુષ્યપર્યાયની ઈચ્છા કેમ કરતા હશે?
ઉત્તર:– ધર્માત્મા દેવો ખરેખર મનુષ્ય દેહની ઈચ્છા નથી કરતા. પણ મનુષ્યઅવતારમાં
આત્માની ઉગ્ર આરાધના કરીને, શુદ્ધોપયોગરૂપ મુનિદશાની ને કેવળજ્ઞાનની ભાવના કરે છે. દેવો
પણ મનુષ્યદેહને વાંછે છે. ’ એમ ક્્યાંક લખ્યું હોય તો તેનો ભાવાર્થ એમ સમજવો કે મનુષ્ય
થઈને આત્માની ચારિત્રદશાને આરાધવાની ભાવના તેઓ ભાવે છે.
પ્રશ્ન:– દરરોજ સરેરાશ કેટલા જીવો મોક્ષમાં જાય?
ઉત્તર:– છ મહિના ને આઠ સમયે ૬૦૮ જીવો મોક્ષમાં જવાનો નિયમ છે; તે હિસાબે
મોક્ષમાં જનાર જીવોની સરેરાશ દરરોજ ત્રણ કરતાં થોડી વધુ, ત્રણ દિવસે લગભગ દશ જેટલી)
છે. મહિને સરેરાશ એકસો એક જેટલી થાય. જો કે એ રીતે દરરોજ અથવા મહિને એટલા જીવો
મોક્ષમાં જાય–એમ નથી, પણ એકંદર છ મહિના ને આઠ સમયમાં ૬૦૮ જીવો મોક્ષ જાય છે.
પ્રશ્ન:– એક સમયમાં એક સાથે વધુમાં વધુ કેટલા જીવો મોક્ષમાં જાય?
ઉત્તર:– ૧૦૮ (એકસો ને આઠ)
પ્રશ્ન:– કોઈ જીવ મોક્ષ ન પામે–એવો સમય વધુમાં વધુ કેટલો હોય?
ઉત્તર:– છ મહિના.
* સોનગઢમાં રહેતા અને ભાવનગરની કોલેજમાં અભ્યાસ કરતા એક ઉત્સાહી સભ્ય
લખે છે કે–આપણા માટે એ ઘણા હર્ષની વાત છે કે આપણું ધાર્મિક મિત્રમંડળ બે હજારની સંખ્યા
સુધી પહોંચી રહ્યું છે, અને હજી પણ દિનેદિને તેની સંખ્યા વધતી જાય છે. જિનવરના સંતાનોનું
આ બાળ–મિત્રમંડળ એ એક અજાયબી જેવું છે. ગુરુદેવના પ્રતાપે એક વખત એવો હશે કે જ્યારે
ભારતનો એકેએક જૈનબાળક આપણા આ મિત્રમંડળનો સભ્ય હશે. જો કે આત્મધર્મ દ્વારા
આપણને દર મહિને પ્રેરણા મળતી રહે છે, પરંતુ આપણી સભ્ય સંખ્યા જોતાં આપણને પંદર
દિવસે કે આઠ દિવસે પ્રેરણા મળે એવું કોઈ સાહિત્ય બહાર પડે તો ઘણો લાભ થાય. તે માટે
આપણા સંપાદકશ્રીને તેમજ સંસ્થાને આપણી બધાની વિનંતી છે.