૮ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
હોવાથી તે મોક્ષનું નિશ્ચયકારણ છે, અને મોક્ષમાર્ગરૂપ પર્યાય તો અભૂતાર્થ હોવાથી
વ્યવહારકારણ છે. તેમાં નિશ્ચયકારણને શુદ્ધઉપાદાન કહેવાય, ને વ્યવહારકારણને નિમિત્ત
કહેવાય. –આ રીતે અધ્યાત્મદ્રષ્ટિમાં સૂક્ષ્મતાથી પોતામાં જ ઉપાદાન–નિમિત્ત છે. “અભિન્ન–
ઉપાસના” માં સંયોગની વાત ન આવે, સંયોગ તો ભિન્ન છે.
જેમ વાંસનું ઝાડ પોતે પોતાની ડાળીઓ સાથે જ ઘસાતુ ઘસાતુ અગ્નિરૂપ થઈ જાય
છે; તેમ આત્મા પોતે પોતાના ગુણો સાથે ઘસાતો–ઘસાતો, એટલે કે અંતર્મથનવડે પર્યાયને
આત્મામાં એકાગ્ર કરતો કરતો, પોતે પરમાત્મા થઈ જાય છે. અંર્તસ્વરૂપમાં લીન થઈને
આત્મામાં અભેદતા કરવી તે અભેદ ઉપાસના છે; ને અભેદ ઉપાસના જ મોક્ષનું કારણ છે.
પ્રશ્ન:– ભિન્ન ઉપાસનાનું ફળ પણ મોક્ષ કહ્યું હતું?
ઉત્તર:– ત્યાં ભિન્ન ઉપાસનામાંથી અભિન્ન ઉપાસનામાં આવી જાય છે–તે પરમાત્મા
થાય છે, અરહિંત અને સિદ્ધ ભગવાનનો નિર્ણય કરીને તેવા પોતાના સ્વભાવ તરફ જે વળી
ગયો એટલે કે ભિન્ન ઉપાસના છોડીને અભિન્ન ઉપાસનામાં આવી ગયો, તેને પરમાત્મદશા
થઈ; ત્યાં નિમિત્તથી તેને ભિન્ન ઉપાસનાનું ફળ કહ્યું.
અહીં તો તેથી પણ સૂક્ષ્મ વાત છે, અહીં તો જે નિશ્ચયમોક્ષમાર્ગરૂપ પર્યાય છે તે પણ
મોક્ષનું કારણ વ્યવહારે છે, કેમકે મોક્ષપર્યાય થતાં તે મોક્ષમાર્ગ પર્યાયનો તો વ્યય થઈ જાય
છે; તે પોતે કાર્યરૂપે પરિણમતિ નથી માટે તે નિમિત્ત છે; ને ધ્રુવસ્વભાવ સાથે અભેદ થઈને
મોક્ષપર્યાયરૂપ કાર્ય થયું છે તેથી તે નિશ્ચયકારણ છે. મોક્ષપર્યાય તે પણ વ્યવહારનયનો વિષય
છે. ને અભેદ દ્રવ્ય નિશ્ચયનયનો વિષય છે. તેના જ આશ્રયે મુક્તિ થાય છે.
જુઓ, આ મોક્ષનો રસ્તો કહેવાય છે.
અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા.
અપનેકો આપ જાનકે મુક્તિ હો ગયા.
અજ્ઞાનથી સંસાર; ને ભેદજ્ઞાનથી મોક્ષ. ભેદજ્ઞાન શું કહેવાય તેની આ વાત છે.
ભેદજ્ઞાની પોતાના ચિદાનંદ સ્વભાવને દેહાદિથી ભિન્ન–રાગાદિથી ભિન્ન જાણીને, તેમાં જ
એકાગ્રતા વડે મુક્તિ પામે છે. અજ્ઞાની રાગાદિને પોતાનું સ્વરૂપ માનીને તેમાં એકાગ્રતા વડે
સંસારમાં રખડે છે.
મોક્ષ માટે કોની ઉપાસના કરવી? –કે પોતાના આત્માની જ ઉપાસનાવડે મુક્તિ થાય
છે. બાહ્ય પદાર્થો તરફના સંકલ્પ–વિકલ્પો છોડીને, પોતે પોતાના આત્મામાં લીન થઈને તેની
ઉપાસના કરતાં પરમાત્મદશા પ્રગટી જાય છે. –આમાં પોતે જ ઉપાસક છે ને પોતે જ ઉપાસ્ય
છે, –તેથી આ અભિન્ન