માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૯
ઉપાસના છે. આવી ઉપાસના વિના મુક્તિ નથી. જેમ વાંસના વૃક્ષને અગ્નિરૂપ થવામાં
પોતાથી ભિન્ન બીજાું સાધન–નિમિત્ત નથી, પોતે પોતામાં જ ઘર્ષણવડે અગ્નિરૂપ થાય છે;
તેમ આત્માને પરમાત્મા થવામાં પોતાથી ભિન્ન બીજું સાધન નથી, પોતે પોતામાં જ
ઘર્ષણવડે (–નિર્વિકલ્પ લીનતા વડે) પોતાના ધ્યાનથી જ પરમાત્મા થઈ જાય છે.
નિજસ્વરૂપને ધ્યાવી ધ્યાવીને જ અનંતા જીવો સિદ્ધપદને પામ્યા છે. અનંતા જીવો આત્માને
ધ્યાવીને પરમાત્મા થયા છે, પણ પરને ધ્યાવીને પરમાત્મા નથી થયા.
આત્માનો દ્રવ્યસ્વભાવ ત્રિકાળ મોક્ષસ્વરૂપ છે, ને પર્યાયમાં મોક્ષ નવો પ્રગટે છે;
એટલે “દ્રવ્યમોક્ષ” ત્રિકાળ છે, ને તેના આશ્રયે “ભાવ–મોક્ષ” (મુક્તદશા) પ્રગટી જાય છે.
શક્તિના ધ્યાનવડે મુક્તિ થાય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ કાંઈ જુદાજુદા નથી, આત્મા
પોતે ધ્યાતા, પોતે જ ધ્યેય અને પોતામાં જ એકાગ્રતારૂપ ધ્યાન, –આવી અભિન્ન
આરાધનાનું ફળ મોક્ષ છે. ધ્યાતા અને ધ્યેયનો પણ ત્યાં ભેદ રહેતો નથી; દ્રવ્ય–પર્યાયની
એકતા થઈ ત્યાં દ્રવ્ય ધ્યેય અને પર્યાય ધ્યાતા–એવા પણ ભેદ રહેતો નથી. –આવી અભેદ
ઉપાસનાવડે આત્મા પરમાત્મા થઈ જાય છે.
જુઓ, ભાઈ! એકવાર આ વાતનો અંતરમાં નિર્ણય તો કરો....જેને માર્ગનો નિર્ણય
સાચો હશે તેના નીવેડા આવશે, પણ માર્ગનો જ નિર્ણય નહિ કરે ને વિપરીત માર્ગ માનશે તો
અનંતકાળે પણ નીવેડા નહિ આવે. અરે! આવો અવતાર પામીને જીંદગીમાં સત્ય માર્ગના
નિર્ણયનો પણ અવકાશ ન લ્યે તો તેણે જીવનમાં શું કર્યુ? માર્ગના નિર્ણય વગર તો જીવન
વ્યર્થ છે. માટે આત્માના હિત માટે માર્ગનો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કરે તેનું પણ જીવન
સફળ છે. જેણે યથાર્થ માર્ગનો આત્મામાં નિર્ણય કરી લીધો છે તે ક્રમેક્રમે તે માર્ગે ચાલીને
મુક્તિ પામશે.
આ રીતે આત્મસ્વરૂપની આરાધનાથી જ મુક્તિ થાય છે–માટે તેની જ ભાવના કરવી. ।। ૯૮।।
અનંત ચૈતન્યવૈભવવાળા આત્માને જેણે જાણ્યો તેણે
ચૌદ બ્રહ્માંડના સારને જાણી લીધો. અહા, આત્માને જાણવામાં
અંતર્મુખ ઉપયોગનો અનંત પુરુષાર્થ છે; તેમાં તો મોક્ષમાર્ગ
આવી જાય છે. સ્વમાં જે સન્મુખ થયો; તેણે પરથી સાચી
ભિન્નતા જાણી, એટલે ખરૂં ભેદજ્ઞાન થયું. આવી દશા હોય તે
જીવ ધર્મી છે, –ભલે તે ગૃહસ્થપણામાં હોય.