Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
૧૨ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
નથી, તેમાં તો રાગનું પરિણમન છે. અંતરમાં ઉપયોગ વળ્‌યો ને નિર્વિકલ્પ અનુભવ
થયો તેમાં શુદ્ધવસ્તુનું પરિણમન છે. વસ્તુમાં ન જાય ને વિકલ્પમાં ઊભો રહે તો
અનુભવનો સ્વાદ આવે નહીં, પરમસુખ થાય નહીં ને દુઃખ મટે નહીં. અનુભવીનાં હૃદય
બહુ ઊંડા છે.
વિકલ્પોની જાળને ‘સ્વચ્છા’ –પોતાની મેળે ઊભી થાય છે એમ કહ્યું છે, એટલે
કે વસ્તુમાંથી તે વિકલ્પો ઊઠતા નથી. વસ્તુના વેદનમાં વિકલ્પો નથી. વિકલ્પો વસ્તુનું
અવલંબન લેતા નથી. વસ્તુનું અવલંબન લ્યે તો વિકલ્પ તૂટયા વગર રહે નહીં. વસ્તુને
જે અનુભવમાં નથી લેતો ને નયપક્ષના વિચાર કર્યા કરે છે તેને વિકલ્પની જાળ
આપોઆપ ઊઠ્યા જ કરે છે, તે વિકલ્પજાળને ભેદીને અંતરના ચૈતન્યસ્વરૂપમાં જે ગુપ્ત
થયા તેઓ સમરસમય એક સ્વભાવને અનુભવે છે, શુદ્ધસમયસારને જ ચેતે છે–
અનુભવે છે. અનુભવમાં આવા ચૈતન્યપ્રકાશની સ્ફુરણા થતાં વેંત જ વિકલ્પોની
ઈન્દ્રજાળ ગુમ થઈ જાય છે, ત્યાં કોઈ વિકલ્પો ઊઠતા નથી.
ચૈતન્યની આવી અનુભૂતિ એ જ જૈનધર્મની મૂળ વસ્તુ છે. આવી અનુભૂતિમાં
જ વીતરાગી મોક્ષમાર્ગ સમાય છે; ને આવા અનુભવશીલ જીવ પરમ સુખી છે.
અહા! એ દ્રશ્યો કેવા હશે કે જ્યારે કુંદકુંદસ્વામી ને
અમૃતચંદ્રસ્વામી જેવા ધર્મધૂરંધર દિગંબર સન્તો હાથમાં કમંડલ
ને મોરપિંછી લઈને આ ભરતભૂમિમાં વિચરતા હશે, ને આવો
‘આત્મવૈભવ’ જગતના જીવોને દેખાડતા હશે! એ
વીતરાગમાર્ગી સન્તો જાણે સિદ્ધપદને ભેગું લઈને ફરતા
હતા...એમની પરિણતિ અંતર્મુખ થઈને ક્ષણેક્ષણે સિદ્ધપદને
ભેટતી હતી. –આવા મુનિઓએ તીર્થંકરદેવનું શાસન ટકાવ્યું છે.