રાગને સાધન બનાવીને આત્માને અનુભવી શકાતો નથી. સીધેસીધો સ્વભાવમાં
ઉપયોગ મુકીને આત્મા અનુભવાય છે; એટલે આત્મા પોતે જ પોતાના સ્વાનુભવનું
સાધન થાય છે.
શોધવાની વ્યગ્રતા ન કરો, એટલે કે અંતરના સ્વભાવને જ અવલંબો. –એવો ઉપદેશ
પ્રવચનસારની ૧૬ મી ગાથામાં આપ્યો છે.
તેમાં બીજા કોઈ સાધનની મારે જરૂર નથી, –એમ નક્કી કરીને ધર્માત્મા બાહ્ય
સાધનોનો આશ્રય લેતા નથી પણ પોતાના આત્માનો જ આશ્રય કરીને પરિણમે છે;
એટલે સ્વાશ્રયે આત્મા પોતે જ સાધન થઈને નિર્મળભાવરૂપ પરિણમે છે.
આચાર્યદેવ કહે છે કે ‘જે પુરુષ, એ રીતે કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ છે–
એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે પરિણમતો નથી તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક
જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે એવા શુદ્ધાત્માને
ઉપલબ્ધ કરે છે. ’
છે. શુદ્ધઉપયોગરૂપ નિર્મળ પર્યાય આત્મા સાથે અભેદ હોવાથી અભેદપણે આત્મા જ
પોતે પોતાનું સાધન છે. અરે જીવ! આ સન્તો તને તારી સાધનસામગ્રી બતાવે છે.
સાધનનો કેટલો બધો વૈભવ તારામાં ભર્યો છે તે તને ઓળખાવે છે. સમ્યગ્દર્શન અને
કેવળજ્ઞાન એ બધાનું તારામાં જ સાધન હોવા છતાં એને ભૂલીને તું બહારમાં કેમ ફાંફાં
મારી રહ્યો છે? અનંતકાળ બહારનાં સાધનો સેવ્યાં પણ તારા હાથમાં કાંઈ ન આવ્યું,
ભવભ્રમણનો આરો ન આવ્યો...માટે એનાથી ભિન્ન ખરૂં સાધન અંદરમાં છે તેને શોધ.