Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૩
જે સાધન કાર્યની સાથે અભેદ રહેનારું હોય તેને સાધકતમ કહેવાય એટલે કે તે
જ ખરૂં સાધન છે. રાગને જ્ઞાનની સાથે એકતા નથી માટે રાગ તે જ્ઞાનનું સાધન નથી,
રાગ તે મોક્ષમાર્ગ નથી. ધર્મી જાણે છે કે મારો આત્મા પોતે જ સાધન થઈને
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમે છે. જોકે હું કર્તા, હું સાધન–એવા ભેદને તે
અવલંબતો નથી પણ અભેદઅનુભૂતિમાં છએ કારકો ભેગા સમાઈ જાય છે. જ્ઞાન સાથે
અભિન્ન છએ કારકો પરિણમી રહ્યા છે.
ભાઈ! તારે સાધક થવું હોય તો તારામાં રહેલા આવા અભેદસાધનને જાણ.
એના વડે સિદ્ધપદ સધાશે. આવા આત્માના અનુભવ સિવાય બીજા કોઈ સાધન વડે
સાધ્યની સિદ્ધિ થતી નથી. વ્યવહાર તે સાધક અને નિશ્ચય તે સાધ્ય–એમ કહેવામાં આવે
છે તે ઉપચારથી છે. વર્તમાન વર્તતી નિર્મળ પર્યાયનો ઉત્કૃષ્ટ સાધક થઈને આત્મા જ
તેને કરે છે. સાધક પોતે, સાધન પોતામાં ને સાધ્ય પણ પોતામાં. જ્ઞાનલક્ષણથી લક્ષિત
આત્મામાં એ બધુંય ભર્યું છે.
છઠ્ઠા ગુણસ્થાને વર્તતી શુદ્ધી તે સાતમા ગુણસ્થાનની શુદ્ધિનું સાધન છે–એ પણ
ખરેખર તો વ્યવહાર છે. પણ ત્યાંનો શુભરાગ તે શુદ્ધીનું સાધન નથી એમ બતાવવા,
એટલે કે રાગને અને શુદ્ધતાને ભિન્ન ભિન્ન ઓળખાવવા એમ કહેવાય છે કે છઠ્ઠાની
શુદ્ધતા તે સાતમાનું ખરેખર સાધન છે. –એટલે કે તેની સાથેનો રાગ તે ખરૂં સાધન
નથી.
છઠ્ઠાની શુદ્ધી તે સાતમાની શુદ્ધીનું સાધન–એવા પર્યાયભેદની વાત અહીં નથી
લેવી. અહીં તો તે–તે સમયના શુદ્ધભાવરૂપે અભેદપણે પરિણમતો આત્મા જ સાધન છે,
પોતે જ સાધનપણે પરિણમ્યો છે, એમ અભેદ સાધન બતાવ્યું છે. કરણશક્તિને લીધે
આત્મા જ પોતાની સર્વ પર્યાયોનો સાધકતમ છે, પોતે જ સાધન છે. ‘સાધકતમ’ કહેતાં
તે એક જ સાધન છે ને બીજું સાધન નથી. બીજું સાધન કહેવું તે વ્યવહાર છે.
સર્વજ્ઞદેવે પૂર્ણ સાધનશક્તિ સમ્પન્ન આત્મા કહ્યો છે. ભાઈ, નિર્મળ પર્યાયના
કોઈ સાધનની તારામાં કમી નથી કે તારે બીજા પાસે લેવા જવું પડે. પોતાની પાસે ન
હોય તે બીજા પાસે માંગે. પણ અહીં તો બધુંય સાધન પોતાની પાસે છે જ. તેનું
અવલંબન લે એટલી જ વાર છે. ઈન્દ્રિયો તારું સાધન નહિ, નિમિત્તો સાધન નહિ,
વિકલ્પો સાધન નહિ, ભેદરૂપ વ્યવહાર સાધન નહિ; છતાં એ બધાને સાધન