Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૫
દરેક વસ્તુમાં પોતાના અનંત સ્વભાવોરૂપ અનંતશક્તિ છે. જેમ એકેક આત્મામાં
અનંતશક્તિ છે, તેમ એકેક પરમાણુમાં પણ અનંતશક્તિ છે. આત્મામાં જ્ઞાન–સુખ વગેરે
છે તે પરમાણુમાં નથી, પણ પરમાણુમાં જડતા, વર્ણ–ગંધ–રસ–સ્પર્શ વગેરે સ્વભાવો છે.
દરેક પદાર્થની શક્તિ જ તેના કાર્યની સાધક છે. તેમાંથી અહીં તો આત્મશક્તિના
વૈભવની વાત છે. આત્મા પોતે સાધન થઈને પોતાના ભાવરૂપ કાર્યને સાધે છે. સાધક
અને તેનું સાધન, બંને વચ્ચે ભેદ નથી; ખરેખર સાધન ને સાધ્ય વચ્ચે પણ ભેદ નથી.
રાગ સાધન ને નિર્મળપર્યાય સાધ્ય–એવું તો નથી, ને વર્તમાન અધૂરી પર્યાય સાધન ને
પૂરી પર્યાય તેનું સાધ્ય–એમ પણ ખરેખર નથી. તે–તે પર્યાયમાં અભેદ પરિણમતો
આત્મા પોતે જ તેનું સાધન છે, પોતે જ સાધક છે. કરણશક્તિવડે આત્મા પોતે
સ્વતંત્રપણે પોતાનું સાધન થાય છે.
જુઓ, આ બાહુબલી ભગવાન! એક વર્ષ સુધી
ઊભા ઊભા ધ્યાન કર્યું. તેમને ઉપયોગની જે નિર્મળતા થઈ
તેનું સાધન કોણ? શું શરીરનું મજબૂત સંહનન હતું તે
અંદરના ધ્યાનનું સાધન હતું? –ના; શરીર ઉપર તો લક્ષેય
ન હતું. શરીરને ધ્યાનનું સાધન કહેવું તે તો સ્થૂળ ઉપચાર
છે. અંદર પોતાની કરણશક્તિને લીધે આત્મા પોતે જ
સાધન થઈને ઉપયોગની સ્થિરપર્યાયરૂપે પરિણમ્યો છે.
શરીરેય તેનું સાધન નથી ને વિકલ્પોય તેનું સાધન નથી.
શરીરની જે જે ક્રિયાઓ થાય તેનું સાધન થવાની
શક્તિ તેના રજકણોમાં જ છે, આત્મા તેનું સાધન થતો
નથી. જડના છ કારકો જડમાં, ને આત્માના છ કારકો આત્મામાં; આ તો આત્માના
વૈભવની વાત છે; તેમાં આત્માની હીનતાની વાત હોય નહીં. જેમ ‘ભરતેશવૈભવ’
બતાવવો હોય તેમાં ભરતની હીનતાની વાત કેમ આવે? તેમ અનંતગુણસંપન્ન
ચૈતન્યવૈભવધારી આત્મા, તેને પોતાના કાર્ય માટે શરીરાદિ જડ સાધનની જરૂર પડે
એમ કહેવું તે તો તેની હીનતા કરવા જેવું છે. ચૈતન્યવૈભવમાં સાધનની એવી ખેંચ નથી
કે બીજા સાધનની મદદ લેવી પડે. એ તો સ્વાધીનપણે પોતાના જ સાધન વડે પોતાનું
કાર્ય કરનારો છે. પોતે જ સાધનસ્વભાવથી પરિપૂર્ણ છે.