૨૬ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
(શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મશતાબ્દિ નિમિત્તે
અપાતી લેખમાળામાં આ ત્રીજો લેખ છે. અનેક જિજ્ઞાસુઓ
તરફથી પસંદ કરાયેલા ઘણા વચનામૃત આવેલા, તેમાંથી
સંકલન કરીને અહીં અપાય છે. ગતાંકમાં જણાવેલ
જિજ્ઞાસુઓ ઉપરાંત વાંકાનેરથી સભ્ય નં. ૧૭૩૨–૧૭૩૩,
રાજકોટથી બેન કલ્પનાકુમારી તથા મુંબઈથી વિજયાબેન–
વગેરે જિજ્ઞાસુઓ તરફથી પણ વચનામૃતો મળ્યા છે; તે
બદલ સૌનો આભાર. આ લેખમાળા આ વર્ષ દરમિયાન ચાલુ રાખીશું, ને આવેલા
વચનામૃતોનો તેમાં ઉપયોગ કરીશું.)
(૨૦૧) સોળ વર્ષ કરતાંય નાની ઉંમરમાં શ્રીમદ્રાજચંદ્રજી લખે છે કે–
‘રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયો; નિદ્રાથી મુક્ત થયા, હવે ભાવનિદ્રા ટાળવાનો પ્રયત્ન
કરજો. ’
(૨૦૨) સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા
ત્યાગવો. (૪૯૧)
(૨૦૩) એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ
વિકટ કાર્ય છે; એવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે એવા સત્પુરુષનાં અંતઃકરણ, તે જોઈ
અમે પરમ આશ્ચર્ય પામી નમીએ છીએ. (૨૧૩)
(૨૦૪) એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય
માનવામાં આખી જીંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ. (૭૬)
(૨૦પ) મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. (૨૪૯)
(૨૦૬) સમ્યક્ત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયે, અને જોગ્યતાના કારણે જીવ
સમ્યક્ત્વ પામે છે. (૨૪૯)
(૨૦૭) ભક્તિનું પ્રયોજન સ્વ સ્વરૂપ–પ્રાપ્તિને અર્થે છે. (૭૧)
(૨૦૮) આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને
સેવવા યોગ્ય છે–સત્શ્રુત અને સત્સમાગમ. (૮૨પ)