માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૭
(૨૦૯) મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. (૨૦૦)
(૨૧૦) શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી; મર્મ તો સત્પુરુષના અંતરમાં રહ્યો છે. (પ૮)
(૨૧૧) જિનપદ નિજપદ એકતા,
ભેદભાવ નહિ કાંઈ;
લક્ષ થવાને તેહનો,
કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. (૯પ૪)
(૨૧૨) વીતરાગશ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય
છે. (૨પ૬)
(૨૧૩) કોઈ પણ રીતે શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે, અને કાળે
કરીને પાત્રતા પણ મળશે. (૧૩૯)
(૨૧૪) સત્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણકે અસત્માં સત્ હોતું નથી. (૨૪૯)
(૨૧પ) સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે
છે, સત્ ઉપર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કાંઈ પણ કરવામાં આવે છે તે જીવને
બંધન છે. આ અમારું હૃદય છે. (૧૯૮)
(૨૧૬) બીજું કાંઈ શોધ મા. માત્ર એક સત્પુરુષને શોધીને, તેના ચરણકમળમાં સર્વ ભાવ
અર્પણ કરી દઈ, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. (૭૬)
(૨૧૭) શાસ્ત્રાદિકના જ્ઞાનથી નીવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નીવેડો છે. (૨૭૦)
(૨૧૮) સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ
એવો રાખજો કે–આત્માને છોડવા માટે સર્વે છે, બંધન માટે નથી. (૧૮૩)
(૨૧૯) સત્પુરુષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે, અને જે તે નિશ્ચયને
આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યક્ પરિણામી થાય છે, –એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં
રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે તેનાં સર્વ જ્ઞાનીપુરુષો સાક્ષી છે. (૭૧૯)
(૨૨૦) ‘એકને જાણ્યો તેણે સર્વ જાણ્યું; જેણે સર્વને જાણ્યું તેણે એકને જાણ્યો. ’
–આ વચનામૃત એમ ઉપદેશે છે કે એક આત્મા જ્યારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ
જાણ્યાનું પ્રયત્ન થશે, અને સર્વ જાણ્યાનું પ્રયત્ન એક આત્મા જાણવાને માટે છે. (૬૪)
(૨૨૧) સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જો
આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. (પ૬૯)
(૨૨૨) આત્મા અત્યંત સહજ અવસ્થા પામે, એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો
છે. (પ૯૩)
(૨૨૩) ‘જ્ઞાનનું ફળ વિરતિ છે’ –વીતરાગનું