૨૮ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે.
જે વાંચવાથી, સમજવાથી, તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવના કાર્યોથી, અને
વિભાવના પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવના કાર્યોનો અને
વિભાવના ફળનો ત્યાગી ન થયો, તો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન
છે. (૭૪૯)
(૨૨૪) આત્માને અનંતભ્રમણામાંથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવો એ કેવું
નિરૂપમ સુખ છે, તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતું નથી, અને વિચાર્યું વિચારાતું
નથી. (૬૨)
(૨૨પ) જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે, અને સ્વભાવપરિણામમાં વર્તે તે
વખતે કર્મ બાંધે નહિ, –એમ સંક્ષેપમાં પરમાર્થ કહ્યો.
પણ જીવ સમજે નહિ, તેથી વિસ્તાર કરવો પડ્યો, –જેમાંથી મોટા શાસ્ત્રો રચાયાં. (૬૮૮)
(૨૨૬) કર્તા–ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહે નિજભાવમાં થયો અકર્તા
ત્યાંય. (આત્મસિદ્ધિ)
(૨૨૭) હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ
પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. (૮૬૬)
(૨૨૮) ‘સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો. ’
(૨૨૯) સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ
જ્ઞાનનું ફળ છે. (૭૮૧)
(૨૩૦) ‘સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ’ –હે આર્યજનો! આ પરમ વાક્યનો
આત્માપણે તમે અનુભવ કરો. (૮૩૨)
(૨૩૧) બીજા પદાર્થોમાં જીવ જો નિજબુદ્ધિ કરે, તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને
વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. (પ૩૯)
(૨૩૨) શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિર્ગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ
નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા
છું–એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. (૬૯૨)
(૨૩૩) વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી, આત્મા અસંગ
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી, તે જ વૃત્તિનું બળ રાખવું.
(૨૩૪) મંદવૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું. (૮૪૩)
(૨૩પ) પરમયોગી એવા ઋષભદેવાદિ પુરુષો