
જ્ઞાનીને રાગથી ભિન્ન પોતાના આનંદસ્વભાવને ચેતનારી જે જ્ઞાનચેતના છે તે
અંતરમાં આત્માના આનંદને ચેતનારી છે. અજ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું હોય તોપણ
તેને શુદ્ધાત્માના વેદનરૂપ જ્ઞાનચેતના નથી, તેના બધા પરિણામ (શાસ્ત્રનું જાણપણું
પણ) અજ્ઞાનચેતનારૂપ છે. ને જ્ઞાનીને શાસ્ત્રોનું જાણપણું વધતું–ઓછું હો પણ અંદર
શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને તેનો આત્મા શુદ્ધ જ્ઞાનચેતનારૂપે પરિણમી રહ્યો છે; તે
જ્ઞાનચેતનામાં અજ્ઞાનનો અંશ પણ નથી. આવી જ્ઞાનચેતનામય જ્ઞાનીના પરિણામ
હોવાથી તેના બધા પરિણામ જ્ઞાનમય છે. રાગ તે ખરેખર જ્ઞાનચેતનાના પરિણામ
નથી, તે તો જ્ઞાનચેતનાથી બહાર જ છે.
નથી; એટલે તેના જ્ઞાનપરિણામ કદી બંધનું કારણ થતા નથી. અબંધસ્વરૂપ
આત્મસ્વભાવમાં એકપણે પરિણમતું જ્ઞાન બંધનું કારણ કેમ હોય? –ન જ હોય. અને જે
અલ્પ રાગાદિ છે તેમાં તો જ્ઞાનની તન્મયતા નથી; તો જેની સાથે તેને તન્મયતા નથી તે
બંધભાવોને જ્ઞાનીનાં પરિણામ કેમ કહેવાય? તે બંધપરિણામને ધર્મીની દ્રષ્ટિ પોતામાં
સ્વીકારતી નથી, તેના જ્ઞાનપરિણામ રાગથી જુદા ને જુદા જ રહે છે. જ્ઞાન અને રાગના
સ્વરૂપની આવી ભિન્નતાનો નિર્ણય કરતાં જરૂર ભેદજ્ઞાન થાય છે.
ભાવ વખતે અજ્ઞાની પોતાને રાગમય અશુદ્ધ જ દેખે છે, એનાથી જુદું સ્વરૂપ એને
ભાસતું નથી. પાપના અશુભ કે પુણ્યના શુભ તે બધા પરિણામો જ્ઞાનમાંથી ઉપજેલા
નથી પણ અશુદ્ધજાતિમાંથી જ ઉપજ્યા છે, એટલે તે ભાવો જ્ઞાનમય નથી પણ
અજ્ઞાનમય છે, અશુદ્ધ છે. જ્ઞાનીને, શુભ–અશુભ વખતેય તેનાથી જુદી નિર્મળ જ્ઞાનધારા
ચાલી રહી છે.