આ શિલાલેખરૂપી જીભદ્વારા પર્વત આપણને કુંદકુંદાચાર્યદેવની ગૌરવગાથા
સંભળાવે છે. લેખ કન્નડ લિપિમાં છે, ભાષા સંસ્કૃત છે. ગુરુદેવ સાથેની યાત્રા વખતે એક કન્નડ–વિદ્વાન પાસે આ શિલાલેખનો અગત્યનો ભાગ આપણે વંચાવ્યો હતો, ને તેમાં કુંદકુંદાચાર્ય દેવનો ઉલ્લેખ છે તે જાણીને સૌને ઘણો આનંદ થયો હતો.