: ૨૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
वन्द्यो विभुर्भ्भुवि न कैरिह कौण्डकुंदः
कुन्द–प्रभा–प्रणयि–कीर्ति विभूषिताशः।
यश्चारुचारणकराम्बुज चंचरीकः
चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम्।।
ચંદ્રગિરિ પરનો આ શિલાલેખ કહે છે કે–કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ
વડે દિશાઓ વિભૂષિત છે, જેઓ ચારણઋદ્ધિધારક મહામુનિઓના સુંદર હસ્તકમળના
ભ્રમર સમાન હતા, અને જે પવિત્ર આત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે
કુંદકુંદવિભુ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી? –અર્થાત્ પૃથ્વી પર વંદ્ય છે.
વિંધ્યગિરિ ઉપરના બીજા અસ્પષ્ટ લેખનો આશય એવો છે કે–યતીશ્વર શ્રી
કુંદકુંદસ્વામી રજઃસ્થાનને (પૃથ્વીને) છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા
હતા, તે દ્વારા હું એમ સમજું છું કે, તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી પોતાનું
અત્યંત અસ્પર્શીપણું (નિર્લેપપણું) વ્યક્ત કરતા હતા.
એ શિલાલેખોની ભાષા દ્વારા આ પર્વત આજેય ભક્તિથી વીતરાગી મુનિવરોનાં
ગુણગાન ગાઈ રહ્યો છે. ઈન્દ્રગિરિ–ચંદ્રગિરિ જેવા પુનિત પર્વતોનો એ પ્રતાપ છે કે તેના
ઉપર કોતરાયેલાં આવા શિલાલેખો
દ્વારા આજે સેંકડો–હજારો વર્ષ
પહેલાંની આવી ઉત્તમ ઐતિહાસિક
વાતો આપણે જાણી શકીએ છીએ. આ
ઉપરાંત પર્વત ઉપર અતિપ્રાચિન
વૈભવસંપન્ન જિનાલયો, બાહુબલીપ્રભુ
જેવા વિશાળ જિનબિંબો વગેરેનું દર્શન
અભણ માનવીને પણ જૈનશાસનનો
અપાર મહિમા લક્ષગત કરાવે છે.–
નમસ્કાર હો તે બોલતા પર્વતોને...
*