: ૨૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
ભરતજી તેમના બોલવાથી પ્રસન્ન થયા; પરંતુ વિશેષ તત્ત્વચર્ચા કરાવવા ખાતર
તે છૂપાવીને ફરીથી કહ્યું–કુમારો! લોકરંજનની જરૂર નથી, મોક્ષસિદ્ધિને માટે શું સાધન
છે તે કહો. બીજી ગડબડ છોડીને એ બતાવો કે કર્મોનો નાશ ક્યા પ્રકારે થાય છે? તેના
વિના આ બધું વ્યર્થ છે.
ભરતના પુત્રો નાની ઉંમરના હોવા છતાં પણ જ્ઞાની હતા, તત્ત્વોના જાણનાર
હતા, તેઓ પણ તે ભવે મોક્ષ જનારા હતા. કુમારોએ જવાબ આપ્યો–પિતાજી! પહેલી
ભૂમિકામાં ભેદરત્નત્રય આવે છે ખરા, પણ કર્મોનો નાશ તો અભેદરત્નત્રયને ધારણ
કરવાથી જ થાય છે. અભેદરત્નત્રય જ કર્મોના નાશનો ઉપાય છે. જ્યારે
અભેદરત્નત્રયવડે કર્મોનો નાશ થાય છે ત્યારે મોક્ષની સિદ્ધિ થાય છે.
ફરીથી ભરત મહારાજાએ પૂછ્યું કે–તે ભેદરત્નત્રયનું તથા અભેદરત્નત્રયનું
સ્વરૂપ શું છે તે તો કહો.
ત્યારે પુત્રોએ કહ્યું :– જિનદેવ–ગુરુની ભક્તિ, તથા અનેક આગમશાસ્ત્રનું
મનનપૂર્વક અધ્યયન કરવું વગેરે ભેદરત્નત્રય છે. (ભેદરત્નત્રયમાં શુભરાગ છે અને તે
બંધનું કારણ છે.) તથા કેવળ પોતાના આત્મામાં લાગ્યા રહેવું તે નિશ્ચયરત્નત્રય
(અથવા અભેદરત્નત્રય) છે અર્થાત્ કેવળ પોતાના આત્માની શ્રદ્ધા, પોતાના આત્માનું
જ્ઞાન અને પોતાના આત્મામાં સ્થિરતા તે અભેદરત્નત્રય છે. અભેદરત્નત્રય
વીતરાગરૂપ છે અને તે જ મોક્ષનું કારણ છે.
આ સાંભળી નમિરાજે કહ્યું–કુમારોનું કહેવું બિલકુલ ઠીક છે.
ચક્રવર્તીએ નમિરાજને પૂછ્યું–શું ઠીક છે? કહો તો ખરા!
નમિરાજે ઉત્તર આપ્યો કે, ભેદરત્નત્રય તે મુક્તિનું કારણ નથી, પણ શુદ્ધ
આત્માની શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં જ લીનતા કરવી તે અભેદરત્નત્રય શ્રેષ્ઠ મુક્તિમાર્ગ છે–
–એમ કુમારો કહેવા માગે છે, તે યથાર્થ છે.
ભરતજીએ પ્રશ્ન કર્યો–શું વ્યવહારથી જ પર્યાપ્તિ નથી? નિશ્ચયની શું
જરૂરિયાત છે?
નમિરાજે કહ્યું–વ્યવહારથી સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે છે, પણ તેનાથી મોક્ષની
પ્રાપ્તિ થઈ શકતી નથી. મોક્ષસિદ્ધિને માટે નિશ્ચયની આવશ્યકતા છે.