Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 45

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૩ :
નમિરાજની વાત સાંભળીને ચક્રવર્તી પ્રસન્ન તો થયા પરંતુ પોતાના કુમારોની
દ્રઢતા જોવા માટે, તે છૂપાવીને કહ્યું કે–નમિરાજ! તમારી વાત મને પસંદ ન આવી, તમે
બરાબર કહેતા નથી.
આ સાંભળતા જ ભરતના પુત્રો બોલી ઊઠ્યા કે–પિતાજી! અમારા મામાજી
તો બરાબર જ કહી રહ્યા છે. આવી સીધી વાતને તમે કેમ કબુલતા નથી?
ભરતે કહ્યું– તમે કોઈ કારણે તમારા મામાનો પક્ષ કરી રહ્યા છો. રહેવા દ્યો, આ
મારા બીજા પુત્રો આવી રહ્યા છે તેમને આ વાત પૂછીશું. તેઓ શું કહે છે તે જુઓ.
એટલામાં પુરુરાજ અને ગુરુરાજ એ બે કુમારો આવ્યા, તેમને ભરતજીએ પૂછ્યું
ત્યારે તેઓએ પણ એમ જ કહ્યું કે નિશ્ચયરત્નત્રય જ મોક્ષનું કારણ છે. પણ ભરત કહે–
હું તે સ્વીકારતો નથી.
એ પ્રમાણે બીજા અનેક કુમારો આવતા ગયા અને ભરત તેમને પૂછતા ગયા.
બારસો કુમારોને પૂછયું પણ તે બધાયે દ્રઢતાથી એક જ પ્રકારે ઉત્તર આપ્યો. છેવટે સૌથી
મોટા કુમારો અર્કકીર્તિ, આદિરાજ અને વૃષભરાજ આવ્યા. ભરતજીએ તેમને પ્રશ્ન કર્યો
કે–બેટા, મારી અને તમારા મામાની વચ્ચે એક વિવાદ ઉપસ્થિત થયો છે, તેનો નિર્ણય
તમારે આપવો જોઈએ.
કુશળ કુમારો વચમાં જ બોલી ઊઠ્યા–પિતાજી! આપના અને મામાજીના
વિવાદમાં વચ્ચે પડવાનો અમારો અધિકાર નથી. આપ લોકો શ્રી આદિનાથ દાદાના
દરબારમાં જઈ શકો છો, ત્યાં સર્વ નિર્ણય થઈ જશે.
સમ્રાટે કહ્યું–આ તો સાધારણ વાત છે, તમે સાંભળો તો ખરા. કુમારો! મુક્તિ
માટે આત્મધર્મ અર્થાત્ નિશ્ચયરત્નત્રયની શું આવશ્યકતા છે? શું વ્યવહાર કે બાહ્યધર્મ
જ પર્યાપ્ત નથી? આ નમિરાજ કહે છે કે–સ્થૂળધર્મથી (વ્યવહારધર્મથી) સ્વર્ગની પ્રાપ્તિ
થાય છે,–મોક્ષની પ્રાપ્તિ તેનાથી થતી નથી, આત્મધર્મથી (નિશ્ચયધર્મથી) મુક્તિની પ્રાપ્તિ
થાય છે.–આ સંબંધમાં તમારો શું મત છે તે જણાવો.
આ સાંભળતાં જ તે પુત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. મનમાં સોચવા લાગ્યા કે–
અરે આ શું! પિતાજી તો અમને હંમેશા કહ્યા કરતા હતા કે મુક્તિને માટે
આત્માનુભવ એ જ મુખ્યસાધન છે, અને આજે તેનાથી ઊલટું આ શું કહી રહ્યા છે!!
આનું કારણ શું