: ૨૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
હશે! પુત્રોનો સંકોચ જોઈને ભરત બોલ્યા–પુત્રો! તમે સંકોચ ન રાખો, જે સત્ય હોય
તે કહો.
ત્યારે કુમારો દ્રઢતાપૂર્વક બોલ્યા–પિતાજી! નિશ્ચયરત્નત્રય એ જ મોક્ષનું કારણ
છે. વ્યવહારધર્મ તો શુભરાગ છે, તે મોક્ષનું કારણ નથી; મામાજીની વાત બિલકુલ સત્ય
છે, આપે પણ તે મંજુર કરવી જોઈએ.
છેલ્લા કુમારોની દ્રઢતા જોઈને ચક્રવર્તીએ કહ્યું–બેટા, મને એમ હતું કે તમારા
કુંવારા ભાઈઓએ તો મામાનો પક્ષ ગ્રહણ કર્યો પરંતુ તમે અવશ્ય મારા પક્ષમાં રહેશો.
પરંતુ તમે પણ મામાનો જ પક્ષ ગ્રહણ કર્યો...અચ્છા! તમારી મરજી!
કુમારો બોલ્યા પિતાજી અમે જૂઠ કેમ બોલી શકીએ? અમને જે સત્ય લાગ્યું તે
જ કહ્યું છે. સત્ય વાત તો આપે પણ સ્વીકારવી જોઈએ.
કુમારોની વાત સાંભળીને ભરતચક્રવર્તી પ્રસન્ન થયા, અને નમિરાજ પ્રત્યે
કહેવા લાગ્યા–જુઓ, ગમે તેમ તોય આ બધા શ્રી ભગવાન આદિનાથ સ્વામીના પૌત્રો
છે! તેમનું શું વર્ણન કરું! સાક્ષાત પિતા હોવા છતાં પણ તેઓએ મારો પક્ષ ગ્રહણ કરીને
વાત ન કરી, પણ જે યથાર્થ મોક્ષમાર્ગ છે તે જ તેઓએ કહ્યો. આથી તેમની
તત્ત્વજ્ઞાનની દ્રઢતા અને સત્યપ્રિયતા છે તે જણાયા વગર રહેતી નથી.
* * *
અહા, ધન્ય છે તે ધર્મકાળ અને ધન્ય તે ધર્માત્માઓ! જ્યારે પારણામાંથી જ
બાળકોને તત્ત્વનું સીંચન મળતું, સાચું તત્ત્વજ્ઞાન ઘેર ઘેર મળતું અને તે આત્માઓ પણ
કુમારવયથી જ તત્ત્વના પ્રેમીઓ હતા, તત્ત્વજ્ઞાન એ તેઓના જીવનનું મુખ્ય અંગ હતું...
આજે...પણ...
હજી તત્ત્વજ્ઞાનનો સર્વથા વિચ્છેદ નથી થયો, સત્પુરુષોની પરમ કરુણાથી આજે
પણ સત્ય તત્ત્વનો ધોધ ભારતમાં વહી રહ્યો છે...ભારતના આજના કુમારો પણ
ભરતના પુત્રોની જેમ તત્ત્વજ્ઞાનમાં રસ લેતા બનો.
(જુઓ–ભરતેશવૈભવ ભાગ ૨ પૃ. ૨૨૪–૨૨૮)