Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 45

background image
: ૨૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યે પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત
માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ
ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણકે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે. (૨૪૯)
(૩૨૧) સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહિ; કારણકે અસત્માં સત્ હોતું નથી.
(૨૪૯)
(૩૨૨) કેમ આપણે માનીએ છીએ, અથવા કેમ વર્તીએ છીએ તે જગતને દેખાડવાની
જરૂર નથી; પણ આત્માને આટલું જ પૂછવાની જરૂર છે, કે જો મુક્તિને ઈચ્છે
છે તો સંકલ્પ–વિકલ્પ રાગ–દ્વેષને મૂક અને તે મૂકવામાં તને કાંઈ બાધા હોય
તો તે કહે; તે તેની મેળે માની જશે અને તે તેની મેળે મૂકી દેશે. (૩૭)
(૩૨૩) જ્યાંત્યાંથી રાગ–દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે; અને તે તમને અત્યારે
બોધી જઉં છું. (૩૭)
(૩૨૪) ઉપયોગ એ જ સાધના છે. (૩૭)
(૩૨પ) નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સત્પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું;
સત્પુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્પુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું;
સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની
પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત
કરેલું સર્વ સમ્મત કરવું. –આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે
માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે,
સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ
શાસ્ત્રનો, સર્વ સંતનાં હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહામાર્ગ છે.
અને એ સાધવાનું કારણ કોઈ વિદ્યમાન સત્પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે
અવિચળ શ્રદ્ધા એ છે.
અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો
તેથી મોડે અથવા વહેલે, એજ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે
મને તો એજ સમ્મત છે. (૧૭૨)
(૩૨૬) આત્મા વિનયી થઈ સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના
ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની
જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. (પપ)