परमात्मप्रकाशाय नित्यं सिद्धात्मने नमः।।१।।
સ્વરૂપને પ્રકાશવા માટે શ્રી જિન પરમાત્માને નિત્ય નમસ્કાર હો–કે જેઓ ચિદાનંદ
એકરૂપ છે અને સિદ્ધસ્વરૂપ છે અર્થાત્ જેમનો આત્મા કૃતકૃત્ય છે. અથવા, તે સિદ્ધ–
આત્માને નિત્ય નમસ્કાર હો–કે જ્ઞાન ને આનંદ જ જેનું એક રૂપ છે, જેઓ જિન છે
અને પરમાત્મા છે. –તેમને પરમાત્મસ્વરૂપના પ્રકાશને માટે નમસ્કાર હો.
છે. તેમાં પહેલા પ્રકરણમાં અંતરાત્મા બહિરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું છે,
ને બીજા પ્રકરણમાં મોક્ષમાર્ગનું તથા મોક્ષનું સુંદર–સુગમ પ્રતિપાદન છે. તેમાં પણ
શરૂઆતની સાત ગાથાઓ દ્વારા ત્રણકાળના સિદ્ધભગવંતો સહિત પંચપરમેષ્ઠી
ભગવંતોને ભાવથી ફરીફરીને નમસ્કાર કરીને, દુઃખથી ભયભીત શિષ્ય શ્રીગુરુ પાસે
વિનતિ કરે છે કે હે સ્વામી! આ સંસારમાં વસતા મારો અનંતકાળ વીતી ગયો, પણ હું
જરાપણ સુખ ન પામ્યો, મહાન દુઃખ જ પામ્યો; માટે હે પ્રભો! ચતુર્ગતિના દુઃખથી
સંતપ્ત એવા મને, ચારગતિના દુઃખનો વિનાશ કરનાર એવું જે પરમાત્મતત્ત્વ છે તે કૃપા
કરીને કહો. –આવી ભાવભીની મંગલ–ભૂમિકા ઘણી આનંદકારી છે. પછી આગળ જતાં
મોક્ષસુખ સમજાવવા માટે પશુનો દાખલો આપીને કહે છે કે–જો મોક્ષમાં ઉત્તમ સુખ ન
હોત તો પશુ પણ બંધનમાંથી છૂટકારાની ઈચ્છા કેમ કરત ? જુઓ, બંધનમાં બંધાયેલા
વાછરડાને પાણી પાવા માટે બંધનથી છોડવા જાય ત્યાં છૂટકારાના હરખથી તે કુદાકુદ
કરવા માંડે છે; અહા, છૂટવાના ટાણે ઢોરુનું બચ્ચું પણ હોંશથી નાચી ઊઠે છે. તો અરે
જીવ! અનાદિકાળથી