Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 45

background image
: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૨૯ :
ધ્રાંગધ્રાવાળા શાહ રમણિકલાલ પદમશી અમદાવાદમાં તા.૨પ–૧૨–૬૭ ના રોજ કરુણ
રીતે સ્વર્ગવાસ પામી ગયા. બાવળા–બગોદરાની વચ્ચે વેરભાવથી કોઈએ તેમને જીવતા
સળગાવી દીધા. તેમની ઉમર ૪૪ વર્ષની હતી. તેમની માતા ઘેલીબેન સોનગઢમાં રહે છે,
ને તેઓ પણ સોનગઢ ગુરુદેવના દર્શનાર્થે આવવાની તૈયારીમાં હતા –એવામાં આ કરૂણ
બનાવ બની ગયો. તેમનો નાનો ભાઈ અમૃતલાલ પણ નાનો હતો ત્યારે સોનગઢમાં
રહીને તત્ત્વનો અભ્યાસ કરતો હતો. સદ્ગત આત્મા દેવગુરુધર્મના શરણે શાંતિ પામો,
–સંસાર તો આવો છે....તેમાં હે જીવ! તું ઊંઘીશ મા.
પોરબંદરના ભાઈ શ્રી મણિલાલ જગજીવનદાસ (સોનગઢના મોટાબેન સમરતબેનના
જમાઈ) તા.૧૪–૨–૬૮ ના રોજ પોરબંદર મુકામે હૃદયરોગની બિમારીથી સ્વર્ગવાસ
પામ્યા છે. થોડા વખત પહેલાં તેઓ સોનગઢ આવેલ ને કેટલોક વખત રહેલા; ગુરુદેવ
પ્રત્યે તેમને ભક્તિભાવ હતો, તથા સોનગઢનું શાંતિમય વાતાવરણ તેમને ગમતું અને
કાયમ સોનગઢ આવીને રહેવાની તેમની ભાવના હતી. પણ તે ભાવના પૂરી થાય ત્યાર
પહેલાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. અંતસમયે તેઓ ગુરુદેવનું રટણ કરતા હતા ને
‘સહજાનંદી શુદ્ધસ્વરૂપી’ નું સ્મરણ કરતા હતા. તેમનો આત્મા વીતરાગી દેવ–ગુરુ–
ધર્મનો સત્સંગ પામીને આત્મહિત સાધો–એ જ ભાવના.
રાજકોટના ભાઈશ્રી મોહનલાલ મગનલાલ તુરખીયાના માતુશ્રી (સોનગઢના
પારવતીબેનના માતુશ્રી) રળીયાતબેન તા.૧૬–૨–૬૮ ના રોજ સોનગઢ મુકામે લગભગ
એકસો વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. ઘણા વખતથી તેઓ સોનગઢ હતા; સ્વર્ગવાસના
બે દિવસ અગાઉ ગુરુદેવ તેમને દર્શન દેવા પધારેલા તેથી તેઓ પ્રસન્ન થયા હતા. અને
છેવટ સુધી ધર્મનું શ્રવણ કરતા હતા. દેવ–ગુરુ–ધર્મના શરણે તેઓ આત્મહિત પામો.
વઢવાણના ભાઈશ્રી અમુલખ વેલશીના ધર્મપત્ની શ્રી સુરજબેન મુંબઈમાં શીવ મુકામે
તા.૧૦–૨–૬૮ ના રોજ કેન્સરની બીમારીથી સ્વર્ગવાસ પામ્યા છે. જો કે તેમને
સોનગઢનો વિશેષ પરિચય ન હતો છતાં અંતિમ દિવસોમાં મુંબઈના મુમુક્ષુ ભાઈ બહેનો
દ્વારા ધર્મચર્ચાનું શ્રવણ કરતા તેઓ ખૂબ આનંદિત થતા, ને દેહની તીવ્ર વેદના છતાં તેઓ
સતત સાંભળતા તથા ગુરુદેવનો ફોટો જોઈને ભક્તિ વ્યક્ત કરતા હતા, ગંભીર દરદમાં
પણ તત્ત્વજ્ઞાનની આવી અસર દેખીને ડોકટર તેમજ ઘણા માણસો પ્રભાવિત થયા હતા.
શ્રી સૂરજબેન વીતરાગી દેવ–ગુરુની ભક્તિમાં આગળ વધીને આત્મહિત પામો.