: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧ :
નરબલી તરીકે રાજા મળતાં તેઓ ઘણા ખુશી થયા; ને બીજે દિવસે તે રાજાનો વધ
કરવાની તૈયાર કરવા લાગ્યા; મારવા માટે તલવાર ઉગામી; એવામાં એક ભીલની
નજર તેની આંગળી ઉપર ગઈ, ને તે બોલી ઊઠ્યો–ઊભા રહો! આ મનુષ્યનું બલિદાન
નહીં ચાલે, કેમકે તેને એક આંગળી ઓછી છે; ને ઓછા અંગવાળાનું બલિદાન આપી
શકાય નહીં. –નહિ તો અપશુકન થાય. માટે આને છોડી મૂકો. –ને ભીલોએ તે રાજાને
છોડી મુક્યો.
રાજાને તરત ખ્યાલ આવ્યો કે અત્યારે મારી આંગળી કપાયેલી હતી તેથી હું
બચ્યો; આંગળી પૂરી હોત તો હું બચી શકત નહિ. માટે જે થયું તે સારા માટે–એ
બરાબર છે.
હવે અહીંથી છૂટીને રાજા હર્ષથી દીવાન પાસે ગયો ને કહ્યું–જે થાય તે સારા
માટે’ એ વાત મારા માટે તો બરાબર નીકળી, પણ દીવાનજી! તમને તો કૂવામાં
નાંખ્યા, છતાં જે થાય તે સારા માટે એમ તમે કેમ કહ્યું?
દીવાન કહે છે કે–મહારાજ! જો આપે મને કૂવામાં ન ફેંક્યો હોત તો આપની
સાથે ભીલોએ મને પણ પકડ્યો હોત, ને તમારા બદલે મારું બલિદાન દેવાયું હોત!
–પણ હું કૂવામાં પડેલો હોવાથી બચી ગયો...માટે– ‘ જે થાય તે સારા માટે.’
આ તો એક સ્થૂળ દ્રષ્ટાંત છે. જીવનમાં દરેકને ચિત્ર–વિચિત્ર પ્રસંગો બનતા જ
હોય છે, પણ તે સર્વ પ્રસંગોની વચ્ચે પોતાના પરિણામોનું સમાધાન ટકાવી રાખવું,
અને તેમાંથી આત્મહિતના જ માર્ગની પ્રેરણા મેળવવી તે મુમુક્ષુનું મુખ્ય કામ છે. સુખ–
દુઃખના કોઈ પ્રસંગમાં કાયર થઈને બેસી રહેવું તે મુમુક્ષુનું કામ નથી, પણ પરિણામના
અત્યંત ધૈર્યપૂર્વક વીરસન્તોના માર્ગને વીરતાપૂર્વક વળગી રહેવું, –ને એ રીતે જે કોઈ
પ્રસંગ હોય તેને પોતાના સારા માટે જ ગોઠવી દેવો ...તેમાંથી પોતાનું હિત તારવી લેવું,
ને હિત માટેનો ઉત્સાહ મજબુત કરવો તે મુમુક્ષુનું કામ છે.
આ જીવન કાંઈ દુઃખો માટે નથી, પાપ માટે નથી, પણ ચૈતન્યની મહાન
આરાધના માટે જીવન છે, સુખ માટે જીવન છે, વીતરાગી પવિત્રતા પ્રાપ્ત કરવા માટે
મુમુક્ષુનું જીવન છે. અને જ્યાં સન્તચરણમાં સાચી મુમુક્ષુતા છે, ત્યાં જે થાય તે સારા
માટે જ છે.
(‘સદ્ગુરુદેવના સાન્નિધ્યમાં મારી નિત્યનોંધ’માંથી.)