: ૩૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
સવર્ – જ્ઞ માહ વદ બીજની સવારની
સરસ ચર્ચાનો નમુનો
– સર્વજ્ઞનો ધર્મ ત્યાં છે કે જ્યાં સર્વજ્ઞસ્વભાવની પ્રતીત છે.
– ‘સર્વ–જ્ઞ’ –બધાના જાણનાર, ‘સર્વ પદાર્થો–તેને જાણનાર કોઈ નથી’ એમ સર્વજ્ઞ
હોવાની કોઈ ના પાડે તો, ‘સર્વજ્ઞેયો’ નો તેણે પોતે તો સ્વીકાર કર્યો કે નહિ? –
અરે, જે જ્ઞેયોને તું સ્વીકારી શકે છે તેને બીજા ન જાણી શકે–એમ તું કઈ રીતે
નિષેધ કરી શકે? ‘સર્વ પદાર્થ છે” એમ તું બોલે છે, ને તેને જાણનાર કોઈ નથી–
એમ કહેવું તે તો પરસ્પર વિરુદ્ધ છે.
– હે ભાઈ! ‘સર્વ’ વસ્તુના અસ્તિત્વને તું સ્વીકારે છે ને તેના ‘જ્ઞાન’ નું અસ્તિત્વ
નથી સ્વીકારતો, તો તને ‘જ્ઞાનસમય’ ની ખબર જ નથી, એટલે સર્વને જાણવાની
શક્તિવાળા આત્માને તેં જાણ્યો નથી.
– સામે એક સાથે ‘સર્વ’ વસ્તુ છે, તો અહીં તેને એકસાથે જાણવાના સામર્થ્યવાળું
જ્ઞાન (એટલે કે સર્વજ્ઞતા) પણ છે; અને વાણીમાં પણ એમ આવે છે કે ‘આત્મા
સર્વજ્ઞ છે.’ –આ રીતે અર્થ સમય, જ્ઞાનસમય ને શબ્દસમય–એ ત્રણેમાં પૂર્ણતા છે.
– જ્ઞાનની પૂર્ણતા એટલે કે સર્વજ્ઞસ્વભાવ, તેને સ્વીકાર્યા વગર જ્ઞેયોની પૂર્ણતાને
(સર્વજ્ઞેયોને) કે તેની વાચક એવી સર્વજ્ઞની વાણીને યથાર્થપણે જાણી શકાય નહિ.
– સામે બધા જ્ઞેય, અહીં બધું જ્ઞાન,
– તેમાં વચ્ચે રાગ રહેતો નથી; કેમકે
– પૂરા જ્ઞાનમાં રાગ હોય નહીં.
– સર્વજ્ઞાન ને સર્વજ્ઞેય, તેનું અસ્તિત્વ સ્વીકારનારને રાગ તે જ્ઞેયોમાં જાય છે, પોતાનું
અસ્તિત્વ પૂરા જ્ઞાનપણે જ રહે છે.
– જ્ઞાનપણે જ પરિણમતો તે પોતાની સર્વજ્ઞતાને સાધી લ્યે છે.
– આત્માનું સર્વજ્ઞસ્વરૂપ જેવું છે તેવું નિર્ણયમાં લઈને, અંતર્મુખ ઉપયોગવડે દ્રવ્ય
સાથે પર્યાયની એકતા કરીને જાણે ત્યારે આત્માનું સ્વરૂપ સાચું જાણ્યું કહેવાય.
સ્વસન્મુખ એકતા વગર, એકલા પરલક્ષે આત્માનું સાચું જ્ઞાન થાય નહિ,
– સ્વસંવેદન થતાં અંતરમાંથી એવું જ્ઞાન ખીલ્યું કે ખાતરી થઈ ગઈ કે અહો! હું તો
જ્ઞાનનો જ પિંડ છું. અગાધ જ્ઞાનસામર્થ્યથી હું ભરેલો છું. –આવા જ્ઞાનનું વેદન
થતાં જ રાગના વેદનથી અત્યંત ભિન્નતા થઈ. તે જ્ઞાન મોક્ષ તરફ ચાલ્યું.