: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩ :
જ્ઞાનર્ચા
અજ્ઞાની જીવ જ્ઞાનની પ્રસિદ્ધિ વગર એકલા જ્ઞેયને પ્રસિદ્ધ કરવા માંગે છે–તે તો
પોતાની નાસ્તિ જેવું થયું! હે મૂઢ! ‘સર્વ પદાર્થ છે પણ તેનું જ્ઞાન નથી’ –તો સર્વ
પદાર્થની પ્રસિદ્ધિ કરી કોણે? –સર્વ પદાર્થ છે–એમ જાણ્યું કોણે? જેમ દશ મૂરખા પોતે
પોતાને ગણતાં ભૂલી ગયા, ને કહે કે અમે નવ છીએ, એક (હું) ખોવાઈ ગયો! –એવી
જ મૂર્ખતા તું કરે છે. સર્વ પદાર્થ હોવાની હા પાડવી ને સર્વજ્ઞતાની ના પાડવી–એ તો
એવી મૂર્ખતા થઈ કે–પરદ્રવ્ય છે પણ હું નથી.
અરે, ‘હું નથી’ એમ કોણ કહે છે ? –એમ કહેનાર પોતે જ તું છો. શ્રીમદ્
રાજચંદ્રજી નાની વયમાં લખે છે કે–
કરી કલ્પના દ્રઢ કરે નાના નાસ્તિવિચાર,
પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.
‘હું નથી, આત્મા નથી’ એવા નાસ્તિપણાના વિચાર જે ભૂમિકામાં ઊઠે છે ત્યાં
જ તું છો; એટલે નાસ્તિનો વિચાર તે પણ વિચાર કરનારની અસ્તિ સૂચવે છે. તારી
અસ્તિ વિના ‘નાસ્તિ’ નો વિચાર કર્યો કોણે? તારા વગર કયે ઠેકાણે એ વિચાર
ઊઠ્યો?
હવે જ્ઞેયોને જાણનાર ‘હું જ્ઞાન છું’ એમ સ્વીકારનાર પર્યાય પણ અંતર્મુખ
થઈને પોતાના આખા જ્ઞાનસ્વભાવને પ્રસિદ્ધ કરે છે. અને એ રીતે જ્ઞાનસ્વભાવને
પ્રસિદ્ધ કરનારી પર્યાય ઈંદ્રિયોથી ને રાગથી અધિક છે, એટલે કે ઈંદ્રિયો તથા રાગને બાદ
કરતાં પણ જ્ઞાન પોતાના સ્વરૂપે ટકી રહેનારું છે. ઈંદ્રિયોના અભાવમાં જ્ઞાનનો અભાવ
નથી, રાગના અભાવમાં જ્ઞાનનો અભાવ નથી; કેમકે આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે;
ઈન્દ્રિયો કે રાગ તે કાંઈ જ્ઞાનસ્વરૂપ નથી, જ્ઞાનથી ભિન્ન છે. અત્યારે પણ જ્ઞાનનું
પરિણમન તેમનાથી જુદું જ વર્તે છે.
આ રીતે ઈંદ્રિયોથી ને રાગથી રહિત જ્ઞાનને જાણ્યું ત્યાં તેમનાથી ખસીને જ્ઞાનની