: ૩૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
પાંચ પ્ા્રશ્નોના જવાબ
(૧) તીર્યંચને તો પાંચ છે, દેવ–નારકને ચાર; મનુષ્યને તો ચૌદ છે. એનો કરો વિચાર.
–એ ગુણસ્થાનો છે; તિર્યંચને એકથી પાંચ ગુણસ્થાન હોઈ શકે છે. દેવ અને
નારકીજીવોને એકથી ચાર ગુણસ્થાન હોઈ શકે છે; અને મનુષ્યજીવોને એકથી
ચૌદ–બધાય ગુણસ્થાનો હોઈ શકે છે. –આથી જ મનુષ્યગતિને ઉત્તમ ગણી છે.
મુનિદશા, કેવળજ્ઞાન એવા ઉત્તમ પદ મનુષ્યગતિમાં જ છે.
(૨) અરિહંત ભગવાન એવા છે કે તેમને સમસ્ત શ્રુતનું જ્ઞાન છે. પણ તેમને શ્રુતજ્ઞાન
નથી, તેમને તો કેવળજ્ઞાન છે.
(૩) સમ્યગ્દ્રષ્ટિ–સાધક મહાત્મા એવા છે કે તેમને શ્રુતજ્ઞાન છે અને શ્રુતનું પણ સાચું
જ્ઞાન છે.
(૪) જગતમાં સિદ્ધભગવાન ઝાઝા છે ને મનુષ્યો થોડા છે. મનુષ્યો સંખ્યાતા જ છે ને
સિદ્ધ ભગવંતો તો અનંતાનંત છે. –આ તો એવું થયું કે ભક્તો થોડા.....ને
ભગવંતો ઝાઝા!
(પ) (૧) ઋષભદેવ તીર્થંકરનાં પુત્ર ભરતરાજ ચક્રવર્તી હતા. (આ ઉપરાંત ઋષભદેવ
ભગવાન પોેતે પણ પૂર્વભવમાં, વિદેહક્ષેત્રની પુંડરગીરીનગરીમાં વજ્રસેન
તીર્થંકરના પુત્ર, વજ્રનાભિ નામના ચક્રવર્તી થયા હતા. શાંતિનાથ ભગવાન
પણ પૂર્વે પાંચમાં ભવે, વિદેહક્ષેત્રના રત્નસંચયપુરમાં ક્ષેમંકર તીર્થંકરના પુત્ર
વજ્રયુધ ચક્રવર્તી હતા.
(૨) ભગવાન ઋષભદેવ ફાગણ વદ નોમના દિવસે જન્મ્યા હતા. –ક્યાં?
–અયોધ્યામાં; અને તેમણે દીક્ષા પણ ફાગણ વદ નોમના દિવસે લીધી હતી.
(૩) જેમને ૧૦૧ પુત્રો હતા ને બધાય તે ભવે મોક્ષ પામ્યા–એ પણ એના એ
ભગવાન!
(૪) એ પણ ભગવાન ઋષભદેવ તીર્થંકર–કે જેમના પુત્રો તેમના ગણધરો
થયા. જો કે આવા બીજા પણ દાખલા છે. પણ આપણે તો અહીં ભૂતકાળમાં
થઈ ગયેલાની જ વાત છે. ભવિષ્યકાળમાં થવાના હોય તેનો ઉલ્લેખ
અત્યારે અહીં નથી કરતા.