: ફાગણ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૫ :
(પ) ભગવાન ઋષભદેવને બ્રાહ્મી અને સુંદરી એ બે ઉત્તમ પુત્રીઓ હતી. બંને
પુત્રીઓ બાલબ્રહ્મચારી હતી અને અર્જિકા થઈને એકાવતારી થઈને
અત્યારે તો મોક્ષમાં બિરાજે છે.
બાલવિભાગની ચોથી વાત–
(૧) હંમેશાં જિનેન્દ્રદેવનાં દર્શન (૨) તત્ત્વજ્ઞાનનો અભ્યાસ (૩) રાત્રિભોજનનો ત્યાગ.
ઉપરની ત્રણ વાત આપણા બાલવિભાગના ઘણા ખરા સભ્યોએ હોંશથી અપનાવી છે
ને તેની ટેવ પાડી છે. જે સભ્યો તેનું પાલન ન કરતા હોય તેઓ જરૂર તેનું પાલન કરે–એવી
આશા રાખીએ; તથા તે સભ્યોના મિત્રો પણ તેમને તે માટે પ્રેરણા કરશો. હવે તે ત્રણ
ઉપરાંત ચોથી વાત છે–ફિલ્મ જોવાનું બંધ કરવાનું. –આજના ‘સુધરેલા’ જમાનામાં
બાલમિત્રોને કદાચ આ સૂચના કઠણ લાગશે, પણ જિનવરના સન્તાન’ ને માટે એ જરાય
મુશ્કેલ નથી, –કેમકે ઉત્તમ સંસ્કારો માટે એ અત્યંત જરૂરી છે. આજની ફિલ્મો કોઈપણ
જાતના સારા સંસ્કાર આપી શકતી નથી. –જીવનનો અમૂલ્ય સમય એવા કામમાં ગુમાવવો
આપણને કેમ પાલવે? મને ખાતરી છે કે બધા સભ્યો હોંશથી આ સૂચના અપનાવીને ફિલ્મો
જોવાનું બંધ કરશો. ને બે મહિના પછી તમને તે સંબંધી પૂછાય ત્યારે તમે બધાએ જરૂર બંધ
કરેલ હશે. આ વાત અહીં રજુ કરતાં પહેલાં આપણા કેટલાક સભ્ય બંધુઓને તે સંબંધમાં બે
પ્રશ્ન પૂછેલ–કે તમે ફિલ્મ જુઓ છો? –ઘણાએ હા કહી. બીજો પ્રશ્ન પૂછયો–કે તમે તે જોવાનું
બંધ કરી શકશો? –તો બધાયે ઉત્સાહથી કહ્યું કે જરૂર! આ રીતે સભ્યોના વિચાર જાણીને આ
વાત રજુ કરેલ છે. ઘરનાં બાળકો જ ‘ફિલ્મ–બંધી’ કરશે એટલે વડીલોને પણ વિચાર કરવો
પડશે. સામાન્યપણે તો વડીલો બાળકોને પ્રેરણા આપે, પણ આપણે તો તમારા જીવનનું એવું
ઊંચું ઘડતર કરવું છે કે બાલવિભાગના બાળકોના જીવનમાંથી વડીલોને પ્રેરણા લેવી પડે!
તમે સૌ ઉત્સાહથી સાથ આપશોને! (ફિલ્મ ન જોવાથી બચતી રકમ જો ઉત્તમકાર્યમાં વપરાય
તો દરવર્ષે હજારો રૂા.ની રકમનો કેવો સદુપયોગ થાય? ને વળી પાપને બદલે પુણ્ય થાય.)
ચારવાત–આત્મધર્મની
૧ આત્માર્થિતાનું પોષણ
૨ સાધર્મીનું વાત્સલ્ય
૩ દેવ–ગુરુ–ધર્મની સેવા
૪ બાળકોમાં ધર્મસંસ્કારનું સીંચન
ચાર વાત–બાલવિભાગની
૧ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ
૨ હંમેશા જિનેન્દ્રદેવના દર્શન
૩ રાત્રિભોજનનો ત્યાગ
૪ સીનેમા જોવાનું બંધ
જૈન સ્વાધ્યાય મંદિર : સોનગઢ
ટેલીફોન નં. ૩૪