Atmadharma magazine - Ank 293
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 45

background image
: ૩૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
વિહાર કાર્યક્રમ ગતાંકમાં જણાવ્યા મુજબ છે : પૂ. ગુરુદેવ રાજકોટ પધાર્યા છે ને
ત્યાં ફાગણ વદ ૧ સુધી બિરાજશે; ફાગણ વદ બીજે વડાલ અને ગીરનારદર્શન
કરીને વદ ત્રીજે પોરબંદર પધારશે. ત્યારબાદ ફા. વદ ૧૨ જેતપુર, ચૈત્ર સુદ ૧
ગોંડલ, ચૈત્ર સુદ ૪ (બીજી) વડીઆ, ચૈત્ર સુદ ૮ મોરબી, ચૈ. સુદ ૧૨ વાંકાનેર,
ચૈ.વદ ૨ ચોટીલા, ચૈત્ર વદ ૩ થી ૧૩ સુરેન્દ્રનગર–વઢવાણ અને જોરાવરનગર એ
ત્રણ ગામ, ચૈત્ર વદ ૧૪ થી વૈ.સુ. ૬ વીંછીયા; વૈ.સુ. ૭–૮ ઉમરાળા અને વૈ.સુ.૯ થી
૧૪ લીંબડી–પુન : સોનગઢ પ્રવેશ : વૈશાખ પૂર્ણિમા તા.૧૨–પ–૬૮. ત્યારબાદ બીજે
દિવસે તા.૧૩–પ–૬૮ થી વિદ્યાર્થીઓ માટેનો ધાર્મિક શિક્ષણવર્ગ શરૂ થશે.
આંખમાં અંજન
એક સખીએ બીજી સખીને આંખમાં આંજણ (કાજલ) આંજવા કહ્યું.
ત્યારે બીજી સખી કહે છે–મારા નયનમાં કૃષ્ણ એવા ઠાંસી ઠાંસીને ભર્યા છે
કે તેમાં હવે ક્યાંય આંજણ આંજવાની જગ્યા નથી. નયનોમાં કૃષ્ણપ્રેમ એવો
છલકાય છે કે તેમાં આંજણ સમાય એટલી પણ જગ્યા બાકી રહી નથી.
તેમ ધર્મીની દ્રષ્ટિમાં ચૈતન્ય પ્રેમ એવો ભયોેર્ છે કે તેમાં હવે બીજો
કોઈ રાગનો અંશ પણ સમાય તેમ નથી. ચૈતન્ય પ્રભુના પૂર્ણ પ્રેમમાં રાગને
માટે કોઈ અવકાશ જ નથી રહ્યો. એના આત્મામાં ચેતન–રામ વસ્યા છે,
તેમાં હવે અન્ય કોઈ ભાવો સમાય તેમ નથી.
(“અંજન રેખ ન આંખન ભાવે”)
સુમેળ
આ ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર અને વિદેહક્ષેત્રના પહેલા તીર્થંકર–
બંનેનું લાંછન (ચિહ્ન) એક જ (વૃષભ).
આ ભરતક્ષેત્રના બીજા તીર્થંકર અને વિદેહક્ષેત્રના બીજા તીર્થંકર –
બંનેનું લાંછન એક જ (હાથી)
આ ભરતક્ષેત્રના ચોથા તીર્થંકર અને વિદેહક્ષેત્રના ચોથા તીર્થંકર–
બંનેનું લાંછન એક જ (વાંદરો)