પ્રકારની ધારણા અને સ્મૃતિની તાકાત મતિજ્ઞાનમાં છે. મતિજ્ઞાનની તાકાત વડે અસંખ્ય
વર્ષો પહેલાંના સંસ્કાર પણ સ્મરણમાં આવી શકે છે, પરંતુ–એક વાત ઔર છે કે–
મતિજ્ઞાનમાં પૂર્વનું યાદ આવે તેના કરતાં જે મતિજ્ઞાન સ્વસન્મુખ થઈને આત્માને
જાણે–તે જ્ઞાનની ખરી મહત્તા છે. ભલે પૂર્વનું ઘણું જાણે–પણ જો સર્વોત્તમ એવી
આત્મવસ્તુને ન જાણી તો શું લાભ ?
તીર્થંકરોના ઉત્તમ જીવનનું સ્મરણ થાય, તેમણે સાધેલા મોક્ષમાર્ગનું સ્મરણ થાય ને
તેવા માર્ગે જવાની પોતાની ભાવના જાગે–એવો ઉત્તમ હેતુ તીર્થયાત્રામાં છે. તીર્થયાત્રા
એ કાંઈ ફરવાનું કે રખડવાનું નથી, પરંતુ તેમાં તો મોક્ષમાર્ગનું સ્મરણ અને તીર્થંકરાદિ
પ્રત્યેની ભક્તિ પુષ્ટ થાય છે. ગૃહ–વ્યવહારથી નિવૃત્ત થઈને ધાર્મિક ભાવનાઓ જાગે છે
ને તીર્થોમાં અનેક સાધર્મીનો તેમજ કોઈ સંત મહાત્માઓના પણ સત્સંગનો યોગ બની
જાય છે. તીર્થયાત્રાના હેતુ બાબત પૂ. ગુરુદેવે હસ્તાક્ષરમાં લખ્યું છે કે– “સ્વાલંબી
ઉપયોગરૂપ સ્વરૂપને સાધીને જે ક્ષેત્રથી સિદ્ધ થયા તે જ ક્ષેત્રે સમશ્રેણીએ ઊર્ધ્વ
સિદ્ધપણે બિરાજે છે, તેના સ્મરણના કારણરૂપ આ તીર્થો નિમિત્ત છે.”
પ્રશ્ન:–
ત્યાંના જીવોની એટલી મર્યાદા છે કે સમ્યગ્દર્શનરૂપ ધર્મ કરી શકે, પણ તેથી આગળ
શ્રાવકધર્મ કે મુનિધર્મ ત્યાં હોતો નથી. સમ્યગ્દર્શન પામેલા અસંખ્યજીવો ત્યાં છે–તેમાં
કેટલાક જીવો તો એવા છે કે ત્યાંથી નીકળીને મનુષ્યલોકમાં સીધા તીર્થંકર થશે.