ઉપરનું છે. સં. ૨૦૧પ ની યાત્રા વખતે મધ્યપ્રદેશમાં બુંદેલખંડમાં દેવસિંહ વગેરે
બહારવટીયાઓનો ઘણો ભય હતો, તેથી જ્યારે આપણો સંઘ લલિતપુરથી દેવગઢ તરફ
જતો હતો ત્યારે ત્યાંની રાજ્યસરકારે યાત્રા–સંઘની રક્ષા માટે પોલીસપાર્ટીનો ખાસ
બંદોબસ્ત કરેલો. પ્રવાસ વખતે દરેક બસમાં ભરી બંદૂકે ત્રણચાર પોલીસો સાથે રહેતા.
જ્યારે દેવગઢની યાત્રા પૂરી થઈ ત્યારે ગુરુદેવનો મહાન પુણ્યપ્રભાવ દેખીને દેવગઢ–
પર્વત ઉપરના ચોકમાં પોલીસ અમલદારોએ સલામતી દ્વારા જે બહુમાન વ્યક્ત કર્યું તેનું
આ દ્રશ્ય છે. દેવગઢ એટલે દેવોનો ગઢ–કે જ્યાં પ્રાચીન કળાથી સુશોભિત હજારો–
લાખોની સંખ્યામાં જિનપ્રતિમાઓ બિરાજી રહ્યા છે. અહીંને માટે એવી કહેવત છે કે,
તમે ચોખાની ગુણી ભરીને લઈ જાઓ ને અહીંની દરેક પ્રતિમા પાસે ચોખાનો એકેક
દાણો મુકો તોપણ તે ચોખા પૂરા ન થાય–એટલી પ્રતિમાઓ અહીં છે. એ દેવગઢના
દેવદરબારનું એક મજાનું દ્રશ્ય આવતા અંકમાં આપીશું.