ઓળખે તો સાચો નિર્ણય કહેવાય.
ત્રણ નિર્મળભાવરૂપ છે, તે મોક્ષમાર્ગરૂપ છે; તેમાં વિકલ્પ નથી, રાગ નથી. શુદ્ધસ્વભાવમા
જેટલી એકાગ્રતા તેટલી ‘ભાવના’ છે. આ ભાવના–પર્યાય પલટીને પૂર્ણ શુદ્ધ મોક્ષદશા પ્રગટે
છે, પણ શુદ્ધદ્રવ્ય પારિણામિકભાવે છે તે કદી નાશ થતું નથી, તે અવિનાશી એકરૂપ છે. તે
દ્રવ્ય પોતે મોક્ષના કારણરૂપ કે મોક્ષરૂપ થતું નથી, મોક્ષ અને મોક્ષનું કારણ એ બંને તો
પર્યાયમાં છે. દ્રવ્યસ્વભાવ છે તે તો શક્તિપણે મોક્ષસ્વરૂપ જ છે; તેની સન્મુખતા વડે
પર્યાયમાં વ્યક્તિરૂપ મોક્ષ થાય છે, તેની આ વાત છે. વ્યક્તિરૂપ મોક્ષ તે સંપૂર્ણક્ષાયિકભાવ
છે, ને શુદ્ધાત્મસન્મુખ એવા ઔપશમિકાદિ ત્રણ ભાવો મોક્ષના કારણરૂપ છે.
શુદ્ધઉપયોગવડે પકડાય તેવું છે.
અનાદિથી વિકારીપણે પલટી રહ્યો છે; પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં અપૂર્વ નિર્મળદશાપણે
પલટે છે. “આત્મા દ્રવ્યે નિત્ય છે, પર્યાયે પલટાય.” ધ્રુવ ટકીને ક્ષણેક્ષણે પર્યાય બદલાય એવો
વસ્તુસ્વભાવ છે. પર્યાયની મીટ ધુ્રવસ્વભાવ ચિદાનંદભગવાન ઉપર છે. જેણે ધ્યાન કરવું છે
તેણે કોનું ધ્યાન કરવું તે વાત છે.
મોક્ષમાર્ગ એટલે કે મોક્ષનું કારણ પાંચમાંથી કયા ભાવ છે–તે અહીં બતાવ્યું છે. કયો ભાવ
મોક્ષનું કારણ નક્ક્ી થયો તે કહે છે–