૩૦ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
‘ભાવના’ તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ છે; તે રાગ વગરની છે, વિકલ્પ વગરની
છે, કેમકે રાગ અને વિકલ્પ તો ઉદયભાવ છે, ને આ શુદ્ધાત્મભાવના તો ઔપશમિકાદિ
નિર્મળભાવરૂપ છે. –તે મોક્ષમાર્ગ છે. શુભરાગ તો ઉદયભાવ છે, તે મોક્ષનું કારણ નથી, તે તો
બંધનું કારણ છે. ભાવનાનો વીતરાગભાવ તો અમૃતનું ઝરણું છે, ને રાગ તો ઝેરભાવ છે.
આ ઉપશમિકાદિભાવ ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. શુદ્ધાત્માની ભાવનારૂપ જે મોક્ષમાર્ગ
તેમાં રાગનું જરાય આલંબન નથી, તે તો પરમાત્મસ્વરૂપને જ ભાવે છે. આવો ભાવ તે
મોક્ષનું કારણ છે. રાગ મોક્ષનું કારણ નથી, તેમજ પારિણામિકભાવ મોક્ષનું કારણ નથી, કેમકે
કારણ–કાર્યભાવરૂપ પરિણમન પારિણામિકભાવમાં નથી, એટલે તેમાં ક્રિયારૂપ પરિણતિ નથી;
એ તો કારણ–કાર્ય વગરનો, બંધ–મોક્ષ વગરનો સહજ એકરૂપ છે. તેમાં પર્યાય એકાકાર થતાં
અતીન્દ્રિય આનંદનું ઝરણું વહે છે.
અહીં મોક્ષનાં કારણ–કાર્ય બંને પર્યાયમાં બતાવવા છે. અભેદપણે શુદ્ધદ્રવ્યને પણ
મોક્ષનું કારણ કહેવાય છે કેમકે તેમાં એકાકાર થઈને મોક્ષપર્યાય પ્રગટે છે. પણ
પર્યાયઅપેક્ષાએ શુદ્ધાત્માની ભાવનારૂપ જે ઔપશમિકાદિ ત્રણ ભાવો તે મોક્ષકારણ છે.
પારિણામિકભાવ પોતે કારણ–કાર્યપણા વગરનો છે, તે અપેક્ષાએ તેને નિષ્ક્રિય કહે છે. જે
શુદ્ધપર્યાય પરિણમી તે સત્ છે, તેનેય ‘આત્મા’ કહ્યો છે.
બંધપર્યાય વખતે, મોક્ષમાર્ગ પ્રગટ તે વખતે કે મોક્ષદશા પ્રગટે તે વખતે, પરમ
પારિણામિકભાવ તો એવો ને એવો એકરૂપે રહ્યો છે, તેમાં ઘટ–વધ થઈ નથી. મતિ–શ્રુતજ્ઞાન
વખતે કે કેવળજ્ઞાન વખતે જ્ઞાનગુણ તો પારિણામિકસ્વભાવે એવડો ને એવડો જ છે. (એમ
આનંદ, શ્રદ્ધા વગેરે સર્વગુણોમાં પારિણામિકભાવે એકરૂપતા છે.) પર્યાયધર્મ પરિણમવાનો
છે, ને ધ્રુવધર્મથી જોતાં વસ્તુ અપરિણામી છે. –આવી વસ્તુ છે.
આત્મતત્ત્વ દેહાદિથી તો ભિન્ન છે; રાગથી પણ તેનું સ્વરૂપ ભિન્ન છે; ને એક
સમયની પર્યાય જેટલું પણ આખું તત્ત્વ નથી. અભેદપણે મોક્ષપર્યાયનું કારણ આત્મા જ છે;
પર્યાય તરીકે ઔપશમિકાદિ નિર્મળપર્યાય તેનું કારણ છે. દ્રવ્ય અને પર્યાય બે વચ્ચે વાત છે,
પરચીજ કે રાગાદિ તો મોક્ષનું કારણ નથી. વ્યવહારમાં (ભેદથી) જુઓ તો પૂર્વપર્યાય કારણ,
ને અભેદથી જુઓ તો તે કાળનું દ્રવ્ય જ કારણ છે.
અહીં પાંચ ભાવમાં પારિણામિકભાવને કારણ–કાર્ય વગરનો નિષ્ક્રિય કહેવો છે; તેને
અવલંબનારી પર્યાયરૂપ જે પરમાત્મભાવના છે તે મોક્ષમાર્ગ છે, તે ભાવના ઔપશમિકાદિ
ભાવરૂપ છે.
એકલા ધ્રુવમાં કારણ–કાર્ય ન હોય;
એકલા ક્ષણિકમાં કારણ–કાર્ય ન હોય.