ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૧
ધ્રુવધામને અવલંબીને પરિણમતી પર્યાય તે મોક્ષકારણ છે. મોક્ષકારણ પોતાની
પર્યાયમાં જ છે.
શક્તિરૂપ મોક્ષ એટલે શુદ્ધદ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ છે; ને પર્યાયની શુદ્ધતા એટલે
વ્યકિતરૂપ મોક્ષ–તેની આ વાત છે. તે વ્યક્તિરૂપ મોક્ષનું કારણ ઔપશમિકાદિ ભાવ છે, અને
શક્તિરૂપ મોક્ષ તે પારિણામિક ભાવ છે.
વસ્તુમાં બે અંશ છે–એક ધ્રુવ અંશ, બીજો ઉત્પાદ–વ્યયરૂપ અંશ; આમ દ્રવ્ય ને પર્યાય
બંનેરૂપ સ્વતંત્ર વસ્તુ છે. પર્યાયઅંશ છે તે ત્રિકાળ નથી, તે પલટતો અંશ છે, ને ધ્રુવઅંશ તે
સ્થિર ટકતો અંશ છે. ટકનાર ને ફરનાર, એટલે દ્રવ્ય ને પર્યાય, એવા સ્વરૂપે વસ્તુનું
અસ્તિત્વ છે.
આત્મામાં ક્રિયા હોય?
હા; આત્માની પર્યાયમાં મોક્ષની ક્રિયા છે, શુદ્ધભાવનારૂપ મોક્ષક્રિયા તે જ ધર્મની
ક્રિયા છે, એ સિવાય બહારમાં ધર્મની ક્રિયા નથી. શુદ્ધભાવનારૂપ પરિણતિ તે જ ધર્મની ક્રિયા,
તે જ મોક્ષનું કારણ; તેમાં રાગ ન આવે. ધ્રુવ તે સામાન્ય, પર્યાય તે વિશેષ, –એમ સામાન્ય
વિશેષરૂપ વસ્તુને સાબિત કરી છે.
આ વાત ઘણીવાર પ્રવચનમાં આવે છે તો ખરી, ઘણી વાત સાથે ગંભીરપણે અંદર
બધું આવતું હોય છે–પણ સાંભળનાર તેની ગંભીરતાને પકડી લ્યે તો ખ્યાલમાં આવે. બાકી
એમ ને એમ કહી દેવાથી તો શ્રોતાને માત્ર ઉપરટપકે સાંભળીને ધારણા થઈ જાય અને
અંદરની ગંભીરતાનો ખ્યાલ ન આવે. શ્રોતા પોતે અંદર મહેનત કરીને ગંભીરતા પકડે ત્યારે
ખરું રહસ્ય લક્ષમાં આવે.
ધ્રુવસ્વભાવમાં રાગ કે બંધન નથી, એટલે રાગથી કે બંધનથી છૂટવાપણું પણ નથી;
એ તો સદા મુક્ત જ છે. ને અવસ્થામાં જે બંધન છે તેને ટાળીને મુક્તદશા વ્યક્ત કરવી, તેનું
કારણ ઔપશમિકાદિ ભાવ છે. પર્યાયનું કારણકાર્યપણું પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ. –દ્રવ્ય ને
પર્યાય–બંને છે પોતામાં, પણ બંનેના સ્વરૂપમાં કથંચિત્ ભિન્નતા છે.
દ્રવ્ય ને પર્યાય બંને વસ્તુમાં છે. બેમાંથી એકને કાઢી નાંખે તો વસ્તુ સિદ્ધ નહિ થાય.
કાર્ય તો પર્યાયવડે થાય છે; ધ્રુવનો સ્વીકાર પણ પર્યાયવડે થાય છે. પર્યાય કાઢી નાંખો તો
ધ્રુવની પ્રતીત કરી કોણે? પ્રતીત કરનારી પર્યાય તે મોક્ષમાર્ગ છે, ધ્રુવમાં મોક્ષમાર્ગ ન આવે.
રાગાદિભાવો તે બંધના કારણરૂપ ક્રિયા છે, ને શુદ્ધઆત્માની ભાવના તે મોક્ષના
કારણરૂપ ક્રિયા છે; આમાં બંધના કારણરૂપ ક્રિયા તે ઔદયિક–