Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 45

background image
૩૨ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
ભાવ છે. ને મોક્ષના કારણરૂપ ક્રિયા તે ઉપશમાદિભાવ છે, પારિણામિકભાવ બંધ–મોક્ષના
કારણરૂપ ક્રિયાથી રહિત છે, તેથી નિષ્ક્રિય છે.
આમ હોવાથી શુદ્ધ પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. ધ્યાન પોતે પર્યાય
છે. તે ધ્યેયમાં એકાગ્ર થાય તેનું નામ મોક્ષમાર્ગ છે. પરમાત્મતત્ત્વની ભાવનારૂપ શુદ્ધપરિણતિ
તે મોક્ષકારણ છે, તે જ મોક્ષની ક્રિયા છે, તે જ મોક્ષમાર્ગ છે; તે ધર્મ છે; તેને શુદ્ધોપયોગ કહો,
ઔપશમિક વગેરે ભાવ કહો;– બીજા અનેક નામોથી પણ તે ઓળખાય છે.
પરમ પારિણામિકભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી.
ઔપશમિકાદિ ૩ ભાવ ધ્યાનરૂપ છે, મોક્ષકારણ છે.
ઔદયિકભાવ તે પરભાવ છે, તે બંધકારણ છે.
ધ્રુવસ્વરૂપ ઉપજતું–વિનશતું નથી.
ઉપજવું ને વિનશવું–તે પર્યાયમાં છે.
એ બંને ધર્મો ન હોય તો દુઃખ ટળીને સુખ થાય નહિ.
આ રીતે ધ્રુવને ન ઓળખે તેને ધ્રુવનું લક્ષ કરાવે છે, ને પર્યાયને ન માને તેને પર્યાય
બતાવે છે. બે થઈને વસ્તુસ્વરૂપ છે. બંનેને જાણ્યા વગર સાચી રુચિ થાય નહિ ને મોક્ષમાર્ગ
સધાય નહિ.
મોક્ષના કારણરૂપ જે ભાવના છે તે એકદેશ શુદ્ધનયનો વિષય છે; તેમાં નિર્વિકાર
સ્વસંવેદનલક્ષણરૂપ ભાવશ્રુત છે. આત્માની એકદેશ શુદ્ધતારૂપ આ ભાવના છે, તે મોક્ષમાર્ગ
છે; ને પૂર્ણ શુદ્ધતા થતાં મોક્ષદશા થાય છે, ત્યારે ‘ભાવના’ દશા રહેતી નથી. વિકલ્પમાં
રાગનું વેદન છે, તેનાથી રહિત એવું નિર્વિકારસ્વસંવેદન છે. મોક્ષના કારણરૂપ એવી આ
‘ભાવના’ માં શું ભાવે છે?–કે ‘જે સકલનિરાવરણ અખંડ એક પ્રતિભાસમય અવિનશ્વર
શુદ્ધપારિણામિક પરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું’ –એમ જ્ઞાની ભાવશ્રુતવડે
ભાવે છે; પરંતુ ‘ખંડજ્ઞાનરૂપ હું છું’ એમ જ્ઞાની ભાવતો નથી. આ પ્રકારે શુદ્ધાત્માની ભાવના
કરવી તે તાત્પર્યવૃત્તિનું તાત્પર્ય છે.
આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવા આગમ–અધ્યાત્મના, તેમ જ દ્રવ્યાર્થિક–
પર્યાયાર્થિક બંને નયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે–એમ
વિવેકીઓએ જાણવું.
(जयजिनेन्द्र)