Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
શુભાશુભ સમસ્ત રાગથી ભિન્ન એવું જે જ્ઞાન, તે જ્ઞાનના કર્તારૂપ આત્મસ્વભાવની
ઓળખાણ–અનુભૂતિ તે જ્ઞાનીનું ચિહ્ન છે, તે જ જ્ઞાનીનું કાર્ય છે. રાગ તે ધર્મીનું કાર્ય
નથી, દેહની ક્રિયા તે ધર્મીનું કાર્ય નથી.
જ્ઞાનીને નિજસ્વરૂપના અંતર્મુખ અવલોકનથી વીતરાગી આનંદપર્યાય પ્રગટ
થાય છે તેનો તે કર્તા છે; બહિર્મુખ ભાવોનો કર્તા તે નથી, તેનાથી તો તે પોતાને ભિન્ન
અનુભવે છે. રાગ તે આત્માથી જુદો પડી જાય છે માટે તે આત્મભાવ નથી, તે જ્ઞાનીનું
લક્ષણ નથી, તે જ્ઞાનીનું કાર્ય નથી. જ્ઞાનીનું કાર્ય તો જ્ઞાનમય હોય. ચૈતન્યરસના
અનુભવની ખુમારી જ્ઞાનીને કદી ઊતરતી નથી.
આત્મા ભગવાન છે...જ્ઞાન ને આનંદથી ભરેલું જે મહિમાવંત તત્ત્વ તે આત્મા
છે; કર્મ અને શરીરાદિનાં પરિણામ તેનાથી બાહ્ય છે, તેનો કર્તા જીવ નથી. જીવનું સ્વરૂપ
શું છે? તે જાણ્યાં વગર જ્ઞાનીના ચિહ્નની ખબર પડે નહિ. ‘આ જ્ઞાની છે, આ ધર્માત્મા
છે, આ મોક્ષમાર્ગના સાધક છે’ એમ કયા લક્ષણથી ઓળખાય? તેની આ વાત છે. રાગ
તે આત્માનો સ્વભાવ નથી. તે આત્માનું લક્ષણ નથી; તેથી રાગની અનુભૂતિ વડે જ્ઞાની
ઓળખાતા નથી. જ્ઞાનીએ અંતરમાં સર્વજ્ઞસ્વભાવી આત્માને જાણ્યો છે, તેથી તે
જ્ઞાનપરિણામને જ કરે છે. એટલે એવા જ્ઞાનપરિણામના કર્તૃત્વ વડે જ્ઞાની ઓળખાય
છે. જેને રાગનું કર્તૃત્વ છે તે જ્ઞાની નહિ; જેને દેહનું–કર્મનું–જડનું કર્તૃત્વ છે તે જ્ઞાની
નહિ. જ્ઞાની એટલે જ્ઞાનસૂર્ય; તે જ્ઞાનસૂર્યનાં કિરણો તો નિર્મળ જ્ઞાનમય છે;
જ્ઞાનકિરણોમાં રાગાદિ મેલ નથી.
જ્ઞાનીને જ્ઞાનની ભૂમિકામાં જ્ઞાનનું જ કર્તૃત્વ છે, રાગનું કર્તૃત્વ નથી; છતાં તે
ભૂમિકાને યોગ્ય પૂજા–ભક્તિ–યાત્રા ઈત્યાદિ દેવ–ગુરુના બહુમાનના શુભભાવ આવે છે.
પણ તે શુભભાવ પોતે કાંઈ જ્ઞાનીનું ચિહ્ન નથી. તે શુભરાગ જ્ઞાનનું પરજ્ઞેય છે, તે
જ્ઞાનનું સ્વજ્ઞેય નથી. રાગને જે સ્વજ્ઞેયપણે અનુભવે છે તેણે ચૈતન્યના અંતરખજાનાને
તાળા માર્યા છે. ચૈતન્યપ્રભુ પ્રશમરસનો શાંતપિંડ, તેમાં રાગની આકુળતા નથી.
આત્માનું સ્વજ્ઞેય તો જ્ઞાનમય છે;– જેને જાણતાં–આનંદ પ્રગટે ને જન્મમરણનો અંત
આવે–એવું પરમતત્ત્વ સ્વજ્ઞેય આત્મા છે. આવા આત્માને સ્વજ્ઞેય કરતાં સમ્યગ્દર્શન થયું
ને આનંદનો અનુભવ પ્રગટ્યો તે જ જ્ઞાનીનું ચિહ્ન છે.
જેમ માટી ઘડા સાથે એકરૂપ થઈને તેની કર્તા છે, તેમ જ્ઞાની રાગાદિ સાથે
એકરૂપ થઈને તેનો કર્તા નથી, પણ તેનાથી ભિન્નપણે તેનો જ્ઞાતા જ છે. જે જ્ઞાતા–
પરિણામ છે તેની સાથે એકરૂપપણે જ્ઞાની તેના કર્તા છે. તે જ્ઞાનપરિણામમાં રાગાદિનું
કર્તૃત્વ નથી; એવા જ્ઞાનપરિણામ વડે જ જ્ઞાની ઓળખાય છે.
ભગવાન આત્મા રાગાદિથી રહિત ચેતનસ્વભાવી છે; છતાં રાગ વડે તેની પ્રાપ્તિ
થવાનું જે માને છે તે રાગને જ આત્મા માને છે; રાગથી રહિત એવા જ્ઞાનપણે