: ૧૨ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
આત્માનું પરમાર્થ સ્વરૂપ.તેને ઓળખવાનું ચિહ્ન
(પ્રવચનસાર ગા. ૧૭ર ઉપરના પ્રવચનોમાંથી : રાજકોટ)
દેહાદિ સર્વે પુદ્ગલરચના છે, તે જીવ નથી. જીવ પોતાના અસાધારણ લક્ષણ વડે
તે દેહથી ભિન્ન છે. તે લક્ષણ શું છે? કે જેના વડે જીવનું પરદ્રવ્યોથી ભિન્ન વાસ્તવિક
સ્વરૂપ ઓળખાય, ને ભેદજ્ઞાન થતાં વીતરાગી આનંદ થાય! –તેનું આ વર્ણન છે.
અરસપણું વગેરે બોલો દ્વારા જીવનું પુદ્ગલથી ભિન્નપણું ઓળખાય છે. અને
પોતાના સ્વભાવઆશ્રિત એવા ચેતનાગુણ વડે આત્મા સમસ્ત અન્ય પદાર્થોથી જુદો
ઓળખાય છે.
‘અલિંગગ્રહણ’ આત્મા કહ્યો તેમાંથી વીસ અર્થો અમૃતચંદ્રાચાર્યદેવે કાઢીને
અલૌકિક આત્મસ્વરૂપ સમજાવ્યું છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે...કેવું જ્ઞાન? અતીન્દ્રિયજ્ઞાન: આવો અતીન્દ્રિયજ્ઞાનમય
આત્મા એવો નથી કે ઇંદ્રિયો વડે જાણે. પાંચ ઇંદ્રિયોરૂપી લિંગવડે જેને ગ્રહણ નથી,–
ઇંદ્રિયોવડે જે જાણતો નથી–તે અલિંગગ્રહણ છે. એકલી ‘ઇંદ્રિયો તરફનો બોધ તે સાચો
બોધ નથી, ને તે આત્માનું ખરૂં ચિહ્ન નથી. ઇંદ્રિયજ્ઞાનરૂપ વ્યવહાર હોવા છતાં તે ખરો
આત્મા નથી. આત્મા તો અતીન્દ્રિયજ્ઞાનમય છે.
અતીન્દ્રિય જ્ઞાન કહો કે સર્વજ્ઞતા કહો. ‘સર્વ’ એવો શબ્દ છે તે શબ્દસમય; તેના
વાચ્યરૂપ સર્વ પદાર્થો છે તે અર્થસમય; અને જાણનારું સર્વજ્ઞતારૂપ જ્ઞાન–તે જ્ઞાનસમય;
આમ ત્રણે સમય સત્ છે, તે સત્ની પરુપણા છે; જે હોય તેની પરુપણા ને તેનું જ્ઞાન
હોય. એને ‘सत्पद परुपणा’ કહેવાય છે. જ્ઞાનમાં ‘સર્વજ્ઞતા’ માન્યા વગર સર્વ
પદાર્થોની સત્તાનો યથાર્થ સ્વીકાર થઈ શકે નહિ.
ઇંદ્રિયથી જુદો આત્મા–તે ક્યારે જાણ્યો કહેવાય? કે પોતે અતીન્દ્રિય થઈને જાણે
ત્યારે. ઈન્દ્રિયો તરફ જ રહીને જાણ્યા કરે એવો નહિ, પણ અતીન્દ્રિય થઈને જાણે એવો
આત્મા છે.