Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 45

background image
: ૧૮ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
શ્રીમદ્ રાજચંદ્રજીનાં વચનામૃત
જન્મશતાબ્દિ–લેખમાળા (૭)
(૩ર૭) જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા છે, થાય છે અને થશે તેમને
નમસ્કાર.
(૩ર૮) જીવે વિકલ્પના વ્યાપાર કરવા નહીં.
(૩ર૯) વિચારવાન અસદ્દવિચારણા અને અકાર્ય કરતાં ક્ષોભ પામે. (ઉપદેશ છાયા)
(૩૩૦) જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી તેને સત્સુખનો વિયોગ છે. પોતાને
ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે.
(૩૩૧) ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું’ (બીજી આવૃત્તિ પૃ. ૧૦)
(૩૩ર) સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ. (પા.ર)
(૩૩૩) જીંદગી ટૂંકી છે અને જંજાળ લાંબી છે; માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જીંદગી
લાંબી લાગશે. (પૃ.૪)
(૩૩૪) પવિત્રતાનું મૂળ સદાચાર છે. (પૃ.૪)
(૩૩પ) શુદ્ધ સચ્ચિદાનંદ કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારા સુકૃત્યનું
જીવન છે. (૬)
(૩૩૬) સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. (૩૦)
(૩૩૭) વૈરાગ્ય એ જ અનંતસુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. (પ૭)
(૩૩૮) આપત્તિકાળે પણ ધર્મનું દ્રઢપણું ત્યાગવું નહીં (૭પ)
(૩૩૯) વિનય કરવા યોગ્ય પુરુષોનો યથાયોગ્ય વિનય કરવો. (૭૬)
(૩૪૦) ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. (૯૮)
(૩૪૧) મહાપુરુષનાં આચરણ જોવા કરતાં તેમનું અંતઃકરણ જોવું એ વધારે પરીક્ષા
છે. (૧ર૯)
(૩૪ર) જ્યાં ‘હું’ માને છે ત્યાં તું નથી. (૧૩૦)
(૩૪૩) એકથી મૈત્રી કરીશ નહીં, કર તો આખા જગતથી કરજે.