Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૧૯ :
(૩૪૪) આ કાળમાં આટલું વધ્યું–ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને
ઝાઝો પરિગ્રહવિશેષ. (૧૩ર)
(૩૪પ) તત્ત્વાભિલાષાથી મને પૂછો તો હું તમને નિરાગીધર્મ બોધી શકું ખરો. (૧૩ર)
(૩૪૬) શાંતસ્વભાવ એ જ સજ્જનતાનું ખરૂં મૂળ છે. (ર૧૧)
(૩૪૭) આત્મજ્ઞાન અને સજ્જનસંગત રાખવી. (ર૧ર)
(૩૪૮) જે કોઈ તમને ધર્મનિમિત્તે ઈચ્છે તેનો સંગ રાખો. (ર૧૭)
(૩૪૯) જેને લાગી છે તેને જ લાગી છે, અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ”
પોકારે છે. (ર૪ર) (પિયુ એટલે પ્રિય એવો આત્મા.)
(૩પ૦) ચમત્કાર બતાવી યોગને સિદ્ધ કરવો–એ યોગીનું લક્ષણ નથી. (ર૪૯)
(૩પ૧) જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કાંઈ આચરે નહિ, પણ રૂડું હોય તે જ
આચરે. (પા. રપ૬)
(દરેક વચનામૃતના છેડે જે નંબર લખેલ છે તે બાલબોધ ટાઈપવાળી
બીજી આવૃત્તિનાં પૃષ્ઠના છે.)
(૩પર) અપૂર્વ પોતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે. જેનાથી પ્રાપ્ત થાય છે તેનું સ્વરૂપ
ઓળખવું દુર્લભ છે; અને જીવને ભૂલવણી પણ એ જ છે. (રપ૮)
(૩પ૩) ગમે તેટલી વિપત્તિઓ પડે તથાપિ જ્ઞાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી
યોગ્ય નથી. (ર૮૩)
(૩પ૪) ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહિ.
(૩પપ) જ્ઞાની પાસે જ્ઞાન ઈચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઈચ્છવી એ
પરમ ફળ છે. (૩૧૦)
(૩પ૬) સંસારમાં સુખ શું છે– કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે!
(૩૧પ)
(૩પ૭) જેને વિષે પરમાર્થધર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવા અત્યંત દુસમ થાય તે
કાળને તીર્થંકરદેવે દુસમ કહ્યો છે. (૩ર૩)
(એટલે આ કાળમાં પણ જેણે પરમાર્થધર્મની પ્રાપ્તિનાં કારણ મેળવી લીધા
તેને માટે દુષમકાળ નથી રહેતો, તેને માટે તો ધર્મકાળ છે. જ્યારે ધર્મ કરે
ત્યારે ધર્મકાળ.)