: ૨૦ : “આત્મધર્મ” : વૈશાખ : ર૪૯૪
(૩પ૮) પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર
થયા કરે, –સુખે અથવા દુઃખે. (૩૩)
(૩પ૯) જે કુળને વિષે જન્મ થયો છે, અને જેના સહવાસમાં જીવ વસ્યો છે, ત્યાં અજ્ઞાની
એવો આ જીવ મમતા કરે છે, અને તેમાં નિમગ્ન રહ્યા કરે છે. (પા. ૩૪૮)
(૩૬૦) અજ્ઞાનથી સદ્દવિવેક પામવો દુર્લભ છે–એમ સમજો.
(૩૬૧) પ્રતિકૂળ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવને નિર્વાણસમીપનું
સાધન છે. (૩પ૧)
(૩૬ર) અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી
નમસ્કાર. (૩પ૧)
(૩૬૩) અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા
આત્માનો એક પળ પણ વિચાર કરો. (વચનામૃત : ર૧ વર્ષ ૧૯)
(૩૬૪) નિર્ગ્રંથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર કરજો; એ લઈને ખામી આણવા
કરતાં અલ્પારંભી થજો. (પૃ. ૧૩૦)
(૩૬પ) સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું રૂપ વારંવાર
ચિંતવવા યોગ્ય છે.(પૃ. ૧૩૦)
(૩૬૬) રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ લઈ લેવો. (પૃ. ૧૩૦)
(૩૬૭) નિર્મળ અંતઃકરણથી આત્માનો વિચાર કરવો યોગ્ય છે. (પૃ. ૧૩૦)
(૩૬૮) સત્જ્ઞાન અને સત્શીળને સાથે દોરજે. (પૃ. ૧૩૦)
(૩૬૯) આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સૂવાય. (પૃ.પ)
(૩૭૦) આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવા રૂપ છે, એમ સત્પુરુષોએ
કહ્યું છે; માટે માન્ય કર. (પૃ.પ)
(૩૭૧) જેની પ્રત્યક્ષદશા જ બોધરૂપ તે મહત્પુરુષને ધન્ય છે. (૩૭૪)
(૩૭ર) સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ
વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. (૩૭૬)
(૩૭૩) જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય
લક્ષણ જડનું છે. તે બંનેના અનાદિ સહજ સ્વભાવ છે. (૩૯૦)