: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૨૧ :
(૩૭૪) દેહ છે તે જીવને વેષધારીપણું છે, સ્વરૂપપણું નથી. (૩૯ર)
(૩૭પ) જેથી આત્માને નિજસ્વરૂપની પ્રાપ્તિ થાય એવો જે આર્ય (ઉત્તમ) માર્ગ તેને
આર્યધર્મ કહે છે, અને એમ જ યોગ્ય છે. (૩૯ર)
(૩૭૬) જે ધર્મ સંસારપરિક્ષીણ કરવામાં સર્વથી ઉત્તમ હોય અને નિજસ્વભાવમાં
સ્થિતિ કરાવવાને બળવાન હોય તે જ ઉત્તમ, અને તે જ બળવાન છે. (૩૯ર)
(૩૭૭) જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે.
(૪૧૧)
(૩૭૮) જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની
આજ્ઞા છે. (૪૧ર)
(૩૭૯) સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે, તે શરણનો હેતુ થાય એવું
કલ્પવું તે મૃગજળ જેવું છે.(૪૧પ)
(૩૮૦) જન્મ–જરા–મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે. સર્વ પ્રકારે જેણે તે
સંસારની આસ્થા તજી તે જ નિર્ભય થયા છે, અને આત્મભાવને પામ્યા છે.
(૪૧૮)
(૩૮૧) આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વજ્ઞાનનો સાર શ્રી સર્વજ્ઞે કહ્યો
છે. (૪ર૭)
(૩૮ર) આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિ–લબ્ધિનું કાંઈ
વિશેષપણું નથી. (૪૩૧)
(૩૮૩) જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે તે તીર્થંકરને અત્યંત ભક્તિએ
નમસ્કાર હો. (૪૩ર)
(૩૮૪) સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. (૪૩ર)
(૩૮પ) સુખને ઈચ્છતો ન હોય તે નાસ્તિક, કાં સિદ્ધ, કાં જડ. (૪૪૯)
(૩૮૬) સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી
યોગ્ય છે. (૪પ૭)
(૩૮૭) દેહધારી છતાં નિરાવરણજ્ઞાનસહિત વર્તે છે, એવા મહા પુરુષોને ત્રિકાળ
નમસ્કાર. (૪પ૯)