પોતે સર્વજ્ઞ પરમાત્મા થાય છે. એવા સર્વજ્ઞ અનાદિકાળથી થતા આવે છે. વિદેહક્ષેત્રમાં
અત્યારે સીમંધર પરમાત્મા વગેરે સર્વજ્ઞ અરિહંત ભગવંતો બિરાજે છે. તેમનો
દિવ્યધ્વનિ ઝીલીને, સાક્ષાત્ સાંભળીને અને અનુભવીને, કુંદકુંદાચાર્યદેવે આ સમયસાર
શાસ્ત્ર રચ્યું છે. તેમાં આ કર્તાકર્મ અધિકાર દ્વારા અલૌકિક ભેદજ્ઞાન કરાવ્યું છે.
મારું કાર્ય–એમ અજ્ઞાનથી માનીને જીવ સંસારમાં રખડી રહ્યો છે. ચિદાનંદ સ્વરૂપ હું છું,
જ્ઞાન જ મારું કાર્ય છે, ને રાગાદિ પરભાવ મારાથી ભિન્ન છે–એમ બંનેનું ભેદજ્ઞાન
કરીને, રાગાદિ સાથે કર્તાકર્મપણાની મિથ્યાબુદ્ધિનો જેણે નાશ કર્યો અને રાગરહિત જ્ઞાન
ભાવરૂપ થયા, તથા કર્મનો નાશ કરીને મોક્ષપદ પામ્યા, એવા સિદ્ધાલયમાં બિરાજમાન
સિદ્ધભગવંતોને મંગળરૂપે યાદ કરીને નમસ્કાર કરીએ છીએ. –શા માટે? કે તેમની જેમ
પોતાના આત્મામાંથી પણ પરભાવો સાથે કર્તાકર્મપણાની બુદ્ધિરૂપ જે મિથ્યામદ, તેનો
નાશ કરવા માટે; જુઓ, આ સિદ્ધપદનો ઉપાય. જ્ઞાન અને રાગની એકતાબુદ્ધિ તે
અનંતાનુબંધી મદ છે, ને જ્ઞાન અને રાગના ભેદજ્ઞાન વડે તેનો નાશ થઈને
સમ્યગ્દર્શનાદિ પ્રગટે છે. તે મોક્ષનો માર્ગ છે, તે ધર્મ છે.