Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 45

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૨૫ :
બીજી વેપારધંંધાની ને બહારની વાતમાં કેવો ઉત્સાહથી રસ લ્યે છે? ત્યાં નહિ સમજાય
એમ માનીને છોડી દેતો નથી,–કેમકે તેની રુચિ ને પ્રેમ છે. તેમ આત્મા પોતે ચૈતન્યવસ્તુ
છે, તેને પોતાનું સ્વરૂપ સમજવા માટે અંતરમાં પ્રેમ–રુચિ ને ઉત્સાહ હોય તો જરૂર
સમજાય તેવું છે. પોતાનું સ્વરૂપ પોતાથી ગુપ્ત રહે એ કેમ બને? પોતે પોતાને
સ્વસંવેદન–પ્રત્યક્ષ થાય એવો સ્વભાવ છે. પણ રાગવડે તે કદી અનુભવમાં ન આવે.
અંતરની જ્ઞાનક્રિયાવડે જ અનુભવમાં આવે એવો આત્મા છે.
[–स्वानुभूत्या
चकासते]
જ્ઞાનસ્વરૂપ આત્માને માથે રાગના કર્તૃત્વનો બોજો નાંખવો તે તેનો અનાદર
કરવા જેવું છે. નિર્દોષ જ્ઞાનને વિકારી–રાગી માનવું તેમાં જ્ઞાનની અરુચિ છે, તેને
પોતાના આત્માના સ્વભાવ ઉપર ક્રોધ છે.(સ્વભાવની અરુચિ તે જ કોંધ.) જ્યાં
રાગની રુચિ છે, રાગનું કર્તૃત્વ છે ત્યાં આત્માનું જ્ઞાન હોતું નથી. ચૈતન્યના
અતીન્દ્રિય આનંદમય સ્વાદને ભૂલીને અજ્ઞાની રાગના સ્વાદમાં મોહાઈ ગયો છે, રાગ
જ હું છું એમ તે અનુભવે છે, રાગથી જુદું પોતાનું સ્વરૂપ તેને ભાસતું નથી. તેને
સર્વજ્ઞભગવાન અને સન્તો સમજાવે છે કે અરે જીવ! જ્ઞાનને અને રાગને
એકવસ્તુપણું નથી પણ ભિન્નપણું છે. જ્ઞાનના અનુભવમાં રાગનો અંશમાત્ર ભાસતો
નથી. આવા જ્ઞાનસ્વરૂપ પોતાના આત્માને જે અનુભવે છે તે રાગાદિ આસ્રવોને
પોતાથી તદ્ન ભિન્ન દેખે છે એટલે તેની સાથેના કર્તાકર્મની પ્રવૃત્તિ તેને છૂટી જાય છે.
આમ થતાં અજ્ઞાનથી થતું કર્મબંધન પણ તેને છૂટી જાય છે. આ રીતે જ્ઞાનભાવવડે
કર્મબંધનથી છૂટીને જીવ મુક્તિ પામે છે. આ પ્રમાણે ભેદજ્ઞાનરૂપ જ્ઞાનચેતના તે
મોક્ષનો ઉપાય છે.
અમુક માણસને રોજની કરોડો–અબજોની પેદાશ છે એમ સાંભળતાં અંદરથી
‘ઓહો!’ એમ મહિમા આવી જાય છે કેમકે તેનો પ્રેમ છે; તેમ પોતાના ચૈતન્યનો
સ્વભાવ સાંભળતા અંદર ઊંડેથી તેના મહિમાપૂર્વક ‘ઓહો! આવો મારો આત્મા!’
એમ મહિમા લાવીને ઊછળી જાય તો અંર્તમુખ દશા થઈને આત્માનો અનુભવ કરે.
જેની રુચિ હોય તે તરફ પરિણમન થાય છે. પરથી ભેદજ્ઞાન કરીને પોતાના સ્વભાવ
તરફ પરિણમવું તેમાં જીવની શોભા છે...પોતાની પ્રભુતાવડે જીવની શોભા છે.
પરવસ્તુવડે કે પરભાવવડે પોતાની શોભા માનવી તે તો હીનતા છે–દીનતા છે–
અજ્ઞાન છે.
રાજા તેને કહેવાય કે જે ચૈતન્યના અનંતગુણ–સામ્રાજ્યનો સ્વામી થઈને
વીતરાગપણે શોભે. જડનો સ્વામી થવા જાય તે તો ગુન્હેગાર છે, ને તે સંસારની જેલમાં
પુરાય છે. –એને તે ‘રાજા’ કોણ કહે? જે પોતાના સુખને માટે પરવસ્તુ માંગે છે તે