પરવસ્તુના અંશની પણ જરૂર નથી–એમ નિજગુણના આનંદને સ્વાધીનપણે
અનુભવનારા જ્ઞાની ધર્માત્મા તે મોટા ચક્રવર્તી છે.
વિના મારે ન ચાલે એવી પરાધીનબુદ્ધિવાળા જીવો વીતરાગના માર્ગમાં ચાલી શકતા
નથી–‘હરિનો મારગ છે શૂરાનો, પ્રભુનો મારગ છે શૂરાનો, કાયરનું નહિ કામ જો..’
મારા ચૈતન્યને પરની ઓશિયાળ નથી, રાગની ઓશિયાળ નથી–એવી સ્વાધીનદ્રષ્ટિરૂપ
શૂરવીરતા વડે મોક્ષમાર્ગ સધાય છે.
ભરેલ શ્રીફળ જેવો આ ભગવાન આત્મા, બહારના છોતા જેવા દેહાદિ સંયોગોથી જુદો
છે; આઠકર્મરૂપી કાચલાથી પણ જુદો છે; ને અંદર રાગાદિ પરભાવરૂપી જે છાલ તેનાથી
પણ જુદો શુદ્ધ જ્ઞાન ને આનંદરસથી ભરેલો અસંખ્યપ્રદેશી ચૈતન્યગોળો તે આત્મા છે.
તેમાં રાગનું કર્તૃત્વ પણ રહે એમ બને નહિ, કેમકે બંને વસ્તુ જુદી છે. જડ ને ચેતન કદી
એક થતા નથી, તેમ જ્ઞાનભાવ અને રાગભાવ પણ કદી એક થતા નથી, બંનેનાં લક્ષણ
જુદા છે. આમ બંનેના ભિન્ન લક્ષણવડે ભિન્નતા જાણતાં જીવ જ્ઞાનમયભાવમાં જ
તન્મયપણે પરિણમે છે ને વિકારમાં તન્મયપણે પરિણમતો નથી. તે–તે કાળે વર્તતા
રાગના જ્ઞાનરૂપે પરિણમે છે, તે જ્ઞાનનું કર્તૃત્વ જ્ઞાનીને છે, પણ રાગનું કર્તૃત્વ જ્ઞાનીને
નથી. જેમ ગોળનું પરિણમન ગોળરૂપ હોય, કાળીજીરીરૂપ ન હોય, તેમ જ્ઞાનનું
પરિણમન જ્ઞાનરૂપ હોય, જ્ઞાનનું પરિણમન રાગરૂપ ન હોય. જ્ઞાન તો આત્માનો
સ્વભાવ છે ને રાગ તે તો પરભાવ છે. તેમને કર્તાકર્મપણું નથી. એમ ઓળખીને રાગનો
અકર્તા થઈ જ્ઞાનભાવપણે જ પરિણમતા જ્ઞાનીને બંધન થતું નથી. આ રીતે
જ્ઞાનભાવવડે બંધનો નિરોધ થાય છે, એટલે કે ભેદજ્ઞાન તે મોક્ષમાર્ગ છે.