Atmadharma magazine - Ank 295
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 45

background image
: વૈશાખ : ર૪૯૪ “આત્મધર્મ” : ૩૩ :
• બંધનથી છૂટીને મોક્ષ પામવાની રીત •
(મુમુક્ષુને સ્વસંવેદન–પ્રત્યક્ષ આત્માના નિશ્ચયનો પરમહિતકર ઉપદેશ)
(સુરેન્દ્રનગર–વઢવાણ–જોરાવરનગરના પ્રવચનોમાંથી)
સમયસારની આ ૭૩મી ગાથા ઘણી સરસ છે. આત્માનો નિર્ણય કરીને તેનો
અનુભવ કેમ થાય તેની વાત આચાર્યદેવે આમાં સમજાવી છે. શિષ્ય પૂછે છે કે પ્રભો!
અજ્ઞાનમય આસ્રવો દુઃખદાયક છે, ને જ્ઞાનવડે તેનાથી છૂટી શકાય છે; તો હે પ્રભો!
આત્માને આસ્રવોથી છૂટવાની રીત શું છે? તે સમજાવો.
તેના ઉત્તરમાં આચાર્યદેવ આ ગાથામાં આસ્ર્રવથી છૂટવાની રીત બતાવે છે:–
છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શનપૂર્ણ છું;
એમાં રહી સ્થિત લીન એમાંં, શીઘ્ર આ સૌ ક્ષય કરું. (૭૩)
ગઈ સાલ જયપુર ગયા ત્યારે પણ આ ગાથા પ્રવચનમાં વંચાણી હતી. જ્ઞાની
પોતાના આત્માનો કેવો નિશ્ચય કરે છે ને કેવો અનુભવ કરે છે તે બતાવીને, તેવા
નિશ્ચય અને અનુભવદ્વારા આત્મા આસ્રવોથી છૂટો પડે છે–એમ આસ્રવોથી છૂટવાની
રીત સમજાવે છે.
–પણ આ વાત કોને સમજાવે છે? કે જેને સંસારની ચારગતિમાં દુઃખ લાગ્યાં છે,
ને તેનાથી છૂટવા માટે ઘા નાંખતો આવ્યો છે કે અરે! અનંતકાળના આ દુઃખોનો હવે
અંત કેમ આવે? એવું શું કાર્ય કરું કે આ દુઃખથી આત્માનો છૂટકારો થાય ને નિરાકુળ
શાંતિનું વેદન થાય! આવી જિજ્ઞાસાવાળા શિષ્યને આચાર્યદેવ આ અપૂર્વ વાત સમજાવે
છે. આત્મામાં અમૃતની રેલમછેલ થાય એવી આ વાત છે.
આત્મા દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છે, તેનામાં અનંત જ્ઞાનશક્તિ છે. આવી
શક્તિવાળા આત્માનું ભાન કરીને તેમાં ઠરતાં પરમ સુખ પ્રગટે છે; પોતાના સ્વભાવને
અવલંબતો આત્મા વિજ્ઞાનઘન થઈને રાગાદિ આસ્રવોને છોડી દે છે.
પહેલાં અજ્ઞાનભાવે રાગાદિની પક્કડ કરતો કે રાગ તે હું; રાગ અને જ્ઞાન જાણે
એકમેક હોય એમ અજ્ઞાનથી જ્યાંસુધી અનુભવતો હતો ત્યાંસુધી આત્મા તે રાગાદિ
દુઃખભાવોથી પાછો ફરતો ન હતો; પણ જ્યારે ભેદજ્ઞાનવડે પોતાના શુદ્ધ આત્માને
જાણ્યો ત્યારે રાગને પોતાથી ભિન્ન જાણીને તેની પક્કડ છોડી દીધી; આ રીતે આત્મા
બંધભાવોથી નિવૃત્ત થાય છે.